યુવાઓનાં અચાનક મોતનું કારણ કોવિડ વેક્સિન નથી:આરોગ્યમંત્રીએ સંસદમાં ICMRનું રિસર્ચ રજૂ કર્યું, નડ્ડાએ કહ્યું- વેક્સિનેશનથી જોખમ વધ્યું નથી, ઘટ્યું છે
કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે યુવાનોનાં અચાનક મૃત્યુનું કારણ કોવિડ વેક્સિન નથી. નડ્ડાએ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અહેવાલને ટાંક્યો છે. તેમણે કહ્યું, આ રિસર્ચ દર્શાવે છે કે વેક્સિનેશનથી જોખમ વધ્યું નથી, પરંતુ એ ઘટ્યું છે. ICMRએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી સાથે મળીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં 18થી 45 વર્ષની વચ્ચેના લોકોનાં સેમ્પલ લેવામાં આવ્યા છે, જેઓ સંપૂર્ણ સ્વસ્થ હતા. તેમને કોઈ બીમારી નહોતી. 1 ઓક્ટોબર, 2021થી 31 માર્ચ, 2023ની વચ્ચે તેમનાં અચાનક મોત થયાં. 19 રાજ્યની 47 હોસ્પિટલમાંથી સેમ્પલ લેવામાં આવ્યાં હતાં
ICMRનો આ રિપોર્ટ 19 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની 47 હોસ્પિટલમાંથી સેમ્પલ લઈને તૈયાર કરવામાં આવ્યો છે. રિસર્ચ દરમિયાન, અચાનક મોતના 729 કેસનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. 2916 કેસ એવા હતા, જેને બચાવી લેવામાં આવ્યા હતા. રિસર્ચ દર્શાવે છે કે કોવિડ-19 વેક્સિનના ઓછામાં ઓછા એક કે બે ડોઝ લેવાથી કોઈપણ કારણ વગર અચાનક મૃત્યુની શક્યતા નોંધપાત્ર રીતે ઘટી જાય છે. જો જોખમ ઓછું છે તો મૃત્યુનું કારણ શું હતું?
રિસર્ચમાં એવાં પરિબળો પણ બહાર આવ્યાં છે, જે અચાનક મૃત્યુનું જોખમ વધારે છે. આમાં ફેમિલી મેડિકલ હિસ્ટ્રી, મૃત્યુ પહેલાંના 48 કલાકમાં દારૂ પીવો, મનોરંજક દવાઓનો ઉપયોગ અને મૃત્યુના 48 કલાકમાં ભારે શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. નડ્ડાએ આ રિસર્ચથી સ્પષ્ટ કર્યું કે કોવિડ-19 વેક્સિનેશન અને યુવાનોનાં અચાનક મોત વચ્ચે કોઈ સંબંધ નથી. જાણો કોવિડ વેક્સિન અંગે વિવાદ, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી છે
કોવિડ વેક્સિનની આડઅસરનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. 14 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે કોરોના વેક્સિનના કારણે લોહી ગંઠાઈ જવા જેવી આડઅસરનો આક્ષેપ કરતી PIL ફગાવી દીધી હતી. ત્યારે ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું હતું કે PIL માત્ર સનસનાટી ફેલાવવા માટે જ કરવામાં આવી હતી. બેન્ચે કહ્યું, 'ક્લાસ એક્શન સૂટ દાખલ કરો! આનાથી શું ફાયદો? કૃપા કરીને એ પણ સમજો કે જો તમે વેક્સિન ન લો તો એની આડઅસર શું થશે. અમે આ મુદ્દો ઉઠાવવા માગતા નથી, એ માત્ર સનસનાટી પેદા કરવા માટે છે. આ અરજી પ્રિયા મિશ્રા અને અન્ય અરજદારો દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા 10 મહિનામાં કોવિશીલ્ડ અને કોવેક્સિનની આડઅસરોના 2 દાવા કરવામાં આવ્યા છે... 29 એપ્રિલ 2024: દાવો- કોવિશીલ્ડ વેક્સિન TTSનું કારણ બની શકે છે, હાર્ટ-એટેકનું જોખમ બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ એપ્રિલમાં કોર્ટમાં સ્વીકાર્યું હતું કે એની કોવિડ-19 વેક્સિનની ખતરનાક આડઅસર થઈ શકે છે. જોકે આ ખૂબ જ રેર (દુર્લભ) કિસ્સાઓમાં જ થશે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટે એસ્ટ્રાઝેનેકાની જ ફોર્મ્યુલામાંથી કોવિશીલ્ડ નામની વેક્સિન બનાવી છે. બ્રિટિશ હાઈકોર્ટમાં સબ્મિટ કરવામાં આવેલા દસ્તાવેજોમાં કંપનીએ સ્વીકાર્યું છે કે તેની કોરોના વેક્સિન થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઈટોપેનિયા સિન્ડ્રોમ એટલે કે કેટલાક કિસ્સાઓમાં TTSનું કારણ બની શકે છે. આ રોગને કારણે શરીરમાં લોહી ગંઠાઇ જાય છે અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે. 16 મે 2024: દાવો- કોવેક્સિનને કારણે ગુલિયન બેરી સિન્ડ્રોમ, લોહી ગંઠાઈ જવાનાં લક્ષણો પણ ઈકોનોમિક ટાઈમ્સે સાયન્સ જર્નલ સ્પ્રિંગરલિંકમાં પ્રકાશિત થયેલા રિસર્ચને ટાંકીને એક અહેવાલ લખ્યો છે. રિસર્ચ મુજબ, બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU)માં હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં ભાગ લેનારા લગભગ એક તૃતીયાંશ લોકોમાં કોવેક્સિનની આડઅસરો જોવા મળી હતી. આ લોકોમાં શ્વસન સંક્રમણ, લોહી ગંઠાઈ જવું અને ત્વચા સંબંધિત બીમારીઓ જોવા મળી હતી. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે કિશોરો, ખાસ કરીને જેઓ કોઈપણ એલર્જીથી પીડિત છે, તેઓ કોવેક્સિનથી જોખમમાં છે. અભ્યાસમાં 4.6% કિશોરીઓમાં માસિક સ્રાવની અસામાન્યતાઓ (અનિયમિત સમયગાળો) જોવા મળી હતી. લોકોમાં આંખોની અસાધારણતા (2.7%), હાઇપોથાઇરોડિઝમ (0.6%) પણ જોવા મળી હતી, 0.3% લોકોમાં સ્ટ્રોકની પણ ઓળખ કરવામાં આવી હતી અને 0.1% સહભાગીઓમાં ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS)ની પણ જાણવા મળ્યું હતું. PMએ કોવેક્સિનના 2 ડોઝ લીધા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.