હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત, અમદાવાદના ૧૯૨ કોર્પોરેટરોની એક લાખની મર્યાદામાં તિરંગો લેવા સંમતિ
અમદાવાદ,બુધવાર,10
ઓગસ્ટ,2022આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાન હેઠળ
અમદાવાદના ૪૮ વોર્ડમાંથી ચૂંટાયેલા ૧૯૨ કોર્પોરેટરોએ એક લાખ સુધીની મહત્તમ
મર્યાદામાં તેમને મળતી વાર્ષિક ગ્રાન્ટમાંથી તિરંગો લેવા સંમતિ દર્શાવી છે.વોર્ડ
દીઠ ચાર કોર્પોરેટરોને પચાસ હજાર સુધીની મર્યાદામાં ૬૭૮૦ તિરંગા આપવામાં આવશે.આ
તિરંગા કોર્પોરેટરોએ તેમના વોર્ડમાં રહેતા લોકોના ઘર સુધી પહોંચાડવાના
રહેશે.અમદાવાદ મ્યુનિ.એ વિવિધ વિસ્તારમાં શરુ કરેલા કેન્દ્રો ઉપરથી અત્યાર સુધીમાં
૬.૭૫ લાખ તિરંગાનું વિતરણ થઈ ગયુ છે.સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ ચેરમેન હિતેશ બારોટે પ્રતિક્રીયા
આપતા કહયુ, આઝાદી કા
અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવી રહયા છે.જે અંતર્ગત
૧૩ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગાની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવનાર છે.આ
અભિયાન અંતર્ગત દરેક શહેરીજનના ઘરે તિરંગો લહેરાય એ હેતુથી સ્ટેન્ડીંગ કમિટીમાં શહેરના
તમામ ૧૯૨ કોર્પોરેટરના વર્ષ-૨૦૨૨-૨૩ના બજેટમાંથી પચાસ હજારથી મહત્તમ એક લાખ રુપિયા
સુધીની મર્યાદામાં તેમના વોર્ડની ઈજનેર ઓફિસમાં પોતાનું બજેટ ફાળવી તિરંગો મેળવી લેવા
અંગે કમિટીમાં તાકીદની દરખાસ્ત મંજુર કરવામાં આવી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શહેરના
૪૮ વોર્ડમાંથી ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોએ તિરંગો લેવા સંમતિ આપી હોવાનું સ્ટેન્ડીંગ
કમિટી ચેરમેને કહયુ છે.દરેક વોર્ડના કોર્પોરેટરોને તેમના વોર્ડના લોકો સુધી તિરંગો
પહોંચતો કરવા સુચના આપવામાં આવી છે.એ.એમ.ટી.એસ.ની ૬૫૦ બસ ઉપર તિરંગો લહેરાવાશે
અમદાવાદ શહેરના વિવિધરુટ ઉપર દોડાવાતી ૬૫૦ બસ ઉપર પણ આઝાદી
કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગો લહેરાવાશે.ઉપરાંત એક હજાર જેટલા બસ શેલ્ટર તેમજ ૧૬
જેટલા ડેપો અને ટર્મિનસ તથા ૮૦ જેટલી કંટ્રોલ કેબિન ઉપર પણ ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન
તિરંગો લહેરાવાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.