કાકાએ ભત્રીજાની પાર્ટીમાં ભંગાણ કરાવ્યું:4 મોટા નેતાઓ પાર્ટી છોડી શરદ પવાર સાથે જોડાવા તૈયાર; મહારાષ્ટ્રમાં ભાજપને જોખમ - At This Time

કાકાએ ભત્રીજાની પાર્ટીમાં ભંગાણ કરાવ્યું:4 મોટા નેતાઓ પાર્ટી છોડી શરદ પવાર સાથે જોડાવા તૈયાર; મહારાષ્ટ્રમાં ભાજપને જોખમ


એનસીપી નેતા અજિત પવારની રાજકીય મુશ્કેલીઓ વધી રહી છે. લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીને રાયગઢમાં માત્ર એક સીટ પર જીત મળી હતી. એ હારને હજુ પચાવી તેઓ વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે હવે ચાર મોટા નેતાઓએ તેમનો સાથ છોડી દીધો છે. ચાર દિગ્ગજ નેતાઓએ એનસીપી છોડી દેતા મહારાષ્ટ્રમાં ભાજપ (BJP) ટેન્શનમાં આવી ગઈ છે. પિંપરી ચિંચવડના ચાર નેતાઓએ અજિત પવારને છોડી દીધા છે અને હવે આ લોકો તેમના કાકા શરદ પવારની પાર્ટીમાં સામેલ થઈ શકે છે. આ સપ્તાહના અંત સુધીમાં આ લોકો NCP શરદ પવારમાં જોડાઈ શકે છે. પિંપરી ચિંચવડ યુનિટના પ્રમુખ અજિત ગવહાણેએ પોતાનું રાજીનામું અજિત પવારને મોકલી આપ્યું છે. અજિત પવારની મુશ્કેલી વધી
તેમના સિવાય સ્ટુડન્ટ વિંગના વડા યશ સાને, પૂર્વ કાઉન્સિલર રાહુલ ભોંસલે અને પંકજ ભાલેકર પણ પક્ષ બદલવાની તૈયારી કરી રહ્યા છે. આ રાજીનામા એવા સમયે આવ્યાં છે જ્યારે એવા અહેવાલો સામે આવ્યા છે કે અજિત પવાર જૂથના ઘણા ધારાસભ્યો અને નેતાઓ હવે શરદ પવાર સાથે પાછા ફરી શકે છે. તાજેતરમાં દિગ્ગજ ઓબીસી નેતા છગન ભુજબળે શરદ પવાર સાથે લાંબી મુલાકાત કરી હતી. તેમણે બેઠકનું કારણ અનામત સહિત અનેક બાબતો પર ચર્ચા તરીકે આપ્યું હતું, પરંતુ અટકળો ચાલી રહી છે કે તેઓ અજિત પવારને છોડી શકે છે. આવી સ્થિતિમાં એનડીએમાં અજિત પવારની સ્થિતિ પણ નબળી પડશે અને તેઓ વિધાનસભા ચૂંટણીમાં વધુ બેઠકોની માગ કરી શકશે નહીં. શરદ પવાર આવા નેતાઓને પાછા લાવવા તૈયાર છે
તમને જણાવી દઈએ કે શરદ પવારે ગયા મહિને જ કહ્યું હતું કે જેમણે પાર્ટીને નબળી કરી છે તેમને પાછા લેવામાં આવશે નહીં. જો કે, એવા લોકોને પાછા લઈ શકાય છે જેમણે પાર્ટીની છબીને નુકસાન પહોંચાડ્યું નથી. શરદ પવારે કહ્યું હતું કે, 'જે લોકો પાર્ટીને નબળી પાડવા માગે છે તેમને સ્વીકારવામાં આવશે નહીં. પરંતુ એવા નેતાઓ જેમણે સંગઠનને મજબૂત કર્યું છે અને પક્ષની છબી ખરડાઈ નથી તેમને પ્રવેશ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે અજિત પવારે ગયા વર્ષે તેમના કાકા સામે બળવો કર્યો હતો. તેઓ NCPના લગભગ 40 ધારાસભ્યો સાથે સરકારનો ભાગ બન્યા અને હવે ડેપ્યુટી સીએમ છે. વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પહેલાં આંચકો
પાર્ટી પર દાવાને લઈને શરદ પવાર અને અજિત પવાર વચ્ચે લાંબો સંઘર્ષ ચાલ્યો હતો. અંતે, ચૂંટણીપંચે અજિત પવાર જૂથને વાસ્તવિક એનસીપી ગણાવી હતી. જોકે, ચૂંટણી પરિણામોએ અજિત પવારને ટેન્શન આપ્યું છે. એક તરફ અજિત પવાર વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે તો બીજી તરફ નેતાઓનો સાથ છોડવાને કારણે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. જેના કારણે તેમની તૈયારીઓ પણ ખોરવાઈ ગઈ છે. અજિત પવારે ગયા વર્ષે બળવો કર્યો હતો
નોંધનીય છે કે અજિત પવારે ગયા વર્ષે તેમના કાકા સામે બળવો કરીને NCPના લગભગ 40 ધારાસભ્યો સાથે સરકાર સાથે ગઠબંધન કરીને ડેપ્યુટી સીએમ બન્યા હતા. શરદ પવારે ગયા મહિને જ કહ્યું હતું કે 'જે લોકો પાર્ટીને નબળી પાડવા માંગે છે તેમને સ્વીકારવામાં આવશે નહીં. પરંતુ એવા નેતાઓ જેમણે સંગઠનને મજબૂત કર્યું છે અને પક્ષની છબી ખરાબ કરી નથી તેઓને પ્રવેશ આપવામાં આવશે.'


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.