ગોળાફેક સિઝન ચૂંટણી માં નેતા નેતિયું બેશરમ થી સાવધાન જાગૃત મહિલા સરપંચ ભાવનાબેન સુખડીયા - At This Time

ગોળાફેક સિઝન ચૂંટણી માં નેતા નેતિયું બેશરમ થી સાવધાન જાગૃત મહિલા સરપંચ ભાવનાબેન સુખડીયા


ગોળાફેક સિઝન ચૂંટણી માં નેતા નેતિયું બેશરમ થી સાવધાન જાગૃત મહિલા સરપંચ ભાવનાબેન સુખડીયા
અમરેલી આગામી ચુંટણીમાં રાજકીય પાર્ટીના નેતાઓ કોઈપણ ભોગે જનતાને મફત વિજળી પાણી. શિક્ષણ મહિલાઓ.બેરોજગારો.ના મસિહા બનવા જાહેરાતો કરવાં ગુજરાત રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં નેતા નેતીયુ જોવા મળે છે હરએક બેઠકો સભાઓમાં જનતાને હથેળીમાં ગલગલિયાં કરી હસાવી રહ્યા છે બાકી હતું તો સરપંચોને પગાર આપવાની જાહેરાત કરી એક સરપંચ હોવાનાં નાતે આવી લોભામણી જાહેરાતો અને નમાલીનીતીઓને બીલકુલ અવગણી રહી છુ ઠુકરાવીને બેશરમ નેતાઓ અમારે આ સેવાનાં પદ ઉપરથી પગાર નથી જોઈતો અમારાં ગામડાં ની સમસ્યાને સમજો વિચારો ગામડામાં હરરોજ રોઝ. ભુડ અને રખડતાં પશુઓ ના કારણે ખેડૂતોને રોજે નુકસાન થાય છે એનું નિરાકરણ લાવો. પાણી જ નથી તો પછી ૧૨ કે ચોવીસ કલાક વિજળી આપશો તો ખેડુત પટારામાં વિજળી ભરશે.?તળાવ કે ડેમના નિર્માણ ની વાત કરો .શિક્ષણ મા લાખોની ફી લૂંટતા ખાનગી શિક્ષણ માફીયાઓ ના હાટડાઓને તાળા મારીને સરકારી વ્યવસ્થા ની વાત કરો.આરોગ્ય ક્ષેત્રે કાયદો પચાર કરી આરોગ્ય માટે લૂંટાતી જનતાને બચાવો. કૉરોના કાળની વરવી વાસ્તવિકતા ભીતરથી જુઓ કેટલી જનતાને લુંટી અને બે મોત મરતી જોઈ શરમ કરો ધારાસભ્યો અને તેમના પરીવાર ના માટે કૉરોના સારવારના ખાનગી હોસ્પિટલના લાખો રૂપિયા સરકારી તિજોરીમાંથી ચુકવ્યા કેમ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ન ગયા ચુંટણી લડવા માટે રોજ નતનવા લેધા. ઝભ્ભા અને બંડી પહેરી દેશ સેવાની વાતો લયને નીકળી પડ્યા છો ગામડાં ના લોકો શહેરમાં માઇગ્રેશન કરી રહ્યા છે તોય ગામો વિશે વિચારતાં નથી ધારાસભ્યો કે સાંસદો તમો સરકારી ગ્રાન્ટના જનતાના નાણાં વિકાસમાં વાપરો છો ઉપકાર નથી કરતા તમારાં નામ સ્મશાન ના ખાટલા સુધી ન લખાવો તમે પગાર સેવકો છો અમો પગારદાર સેવકો નથી બનવા માંગતા બસ અમારાં જનતાના કલ્યાણ ની લડત આપવા તૈયાર થાઓ ચુંટણી લડવા માટે પેતરા કરી જનતાને ભોળવવાની મેલી મનશા છોડી સંકુચિત માનસ ત્યજી આવો જનતા બધું જ જુએ છે કાશ થોડું સત્ય સ્વીકારો નેતાઓ તમે તમારી પેદાશો અને તમારી કળતરુ કયાં પરસેવો પાડી આવ્યા છો તો મોટર. બંગલા. વિમાનમા મહાલો છો થોડું તમારું જીવન ધોરણનું બાહ્ય અવલોકન કરો તમે ત્રણસોની મંજુરી એ ચાલો એમ નથી અને નેતા બની દોઢ દોઢ બબે લાખ પગાર લ્યો છો સરકારી નાણાં ની પથારી ફેરવી રહ્યા છો સરકારી મોટા ભાગની કચેરીઓ આઉટચોર્સના લોકો ના ભરોસે ચાલે છે મહેકમ ની ૩૦-૩૫% જગ્યા ઓ ભરો.સાવ જનતાને પાર્ટી નાણાં અને વિચારધારા ના ઉજળા બહેનર હેઠળ.લાલચી ન બનાવો નીતીવાન અને મહેનત કશ બનાવો માયકાગલી વિચારધારા મા લપચાવો નહી નિયમો અને નિયંત્રણ હેઠળ લાવી પ્રેરણા પ્રદાન કરે એવું કાર્ય કરો નેતા નેતીયુ ની રાજનીતિની તો ૭૫ વર્ષ થી આવી પણ ભારતની સંસ્કૃતિ સૈકાઓ પૌરાણિક છે કદાચ રાજનીતિની ગંદા ખુરશી ઉપર બેસી જવાના અભરખો સિમિત સમય સફળ થશો અંતે તો એજ કર્મ અને પરોપકાર ની ભાવનાથી જાહેર જનતા માટે કરેલ કામ એજ શ્રેષ્ઠ માનવતાની મહેંક છે આભાર. ભાવનાબેન નાથાલાલ સુખડિયા સરપંચ શ્રી દેવળીયા ગામ પંચાયત તા જી અમરેલી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.