ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ મનમોહન સિંહજીના આત્માને મોક્ષાર્થે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પાસે
*ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ મનમોહન સિંહજીના આત્માને મોક્ષાર્થે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પાસે આવેલ પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ ખાતે શ્રદ્ધાંજલિ અને તર્પણ વિધિ કરાવી હતી.*🌺🌺🌺💐💐💐
જેમાં ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ બારડ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે મુંડન કરી વિદ્વાન સોમપુરા બ્રાહ્મણ કીર્તિ દેવ શાસ્ત્રી દ્વારા પારંપરિક વિધિ મુજબ તર્પણ વિધિ સંપન્ન કરેલ હતી.
તર્પણ વિધિ સમયે પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, સોમનાથ મંદિરના ટ્રસ્ટી પ્રો. પરમાર, બાર એસોસિએશન પ્રમુખ એડવોકેટ સવાણીયા સાહેબ, કે સી ઉપાધ્યાય, રાકેશભાઈ ચુડાસમા, દેવાયતભાઈ મેર, પિન્ટુ બારડ, પ્રતાપભાઈ જાદવ, મનસુખભાઈ ગોહિલ, હીરાભાઈ રામ, રામશીભાઈ પરમાર, પ્રવીણભાઈ ઝાલા, અજીતભાઈ ડોડીયા, શૈલેષભાઈ મોરી, જાદવભાઈ સોલંકી, સુભાષભાઈ, દેવાયતભાઈ મેર, દેવાયતભાઈ ભગત, નારણભાઈ મેર, હારુંભાઈ મોથીયા, ઈશાભાઈ, ફારુખભાઈ, કાજલબેન લાખાણી, ખીમજીભાઈ બારડ, હર્ષલભાઈ ઋષિ, ગીરધરભાઇ સહિત ગીર સોમનાથ જિલ્લાના આગેવાનો, કાર્યકરો અને સામાન્ય નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહી શ્રદ્ધાંજલિ પાઠવેલ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.