તીસ્તાની ધરપકડ મામલે UNના સવાલનો ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યો આકરો જવાબ - At This Time

તીસ્તાની ધરપકડ મામલે UNના સવાલનો ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યો આકરો જવાબ


- OHCHRએ સામાજિક કાર્યકર્તા તીસ્તા સીતલવાડની ધરપકડ પર ચિંતા વ્યક્ત કરતા તેમને તાત્કાલિક મુક્ત કરવાની માગણી કરી હતીનવી દિલ્હી, તા. 29 જૂન 2022, બુધવારભારતના સામાજિક કાર્યકર્તા તીસ્તા સીતલવાડની ધરપકડને લઈને સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર કાર્યાલયની ટિપ્પણીને તદ્દન અયોગ્ય ઠેરવી બુધવારે તેને ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે, તે દેશની સ્વતંત્ર ન્યાયિક વ્યવસ્થામાં દખલ કરે છે. આ વિષય પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ભારતીય ઓથોરિટીએ સ્થાપિત ન્યાયિક નિયમો હેઠળ કાયદાના ઉલ્લંઘન વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તીસ્તા સીતલવાડની સામે કાર્યવાહીને લઈને સંયુક્ત રાષ્ટ્રમાં માનવ અધિકાર માટે ઉચ્ચ કમિશનરની કાર્યાલય (OHCHR)ની ટિપ્પણી પર બાગચીએ કહ્યું કે, OHCHRની સીતલવાડ મામલે ટિપ્પણી તદ્દન અયોગ્ય છે અને ભારતની સ્વતંત્ર ન્યાયિક વ્યવસ્થામાં દખલ કરે છે. આ ઉપરાંત પ્રવક્તા બાગચીએ કહ્યું કે, ભારત ન્યાયિક પ્રક્રિયાઓ પ્રમાણે કાયદાના ઉલ્લંઘન સામે કડકાઈથી કામ કરે છે. સક્રિયતા ખાતર આવી કાનૂની ક્રિયાઓને પજવણી તરીકે લેબલ કરવું ભ્રામક છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, આવી કાયદાકીય કાર્યવાહીને ઉત્પીડન ગણાવવી ભ્રામક અને અસ્વીકાર્ય છે. OHCHRએ સામાજિક કાર્યકર્તા તીસ્તા સીતલવાડની ધરપકડ પર ચિંતા વ્યક્ત કરતા તેમને તાત્કાલિક મુક્ત કરવાની માગણી કરી હતી. વધુ વાંચો: સંજીવ ભટ્ટ, શ્રીકુમાર અને તીસ્તા સામે શેની તપાસ થશે ?તમને જણાવી દઈએ કે, યુએનના વિશેષ દૂત મેરી લોલરે તીસ્તા સીતલવાડની ધરપકડ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ગુજરાત પોલીસની આતંકવાદ વિરોધી ટુકડીએ કસ્ટડીમાં લીધો છે જેમાં હું ચિંતિત છું. તીસ્તા નફરત અને ભેદભાવની સામે એક મજબૂત અવાજ છે. માનવ અધિકારોની રક્ષા કરવી કોઈ ગુનો નથી. હું તેમને મુક્ત કરવા અને ભારતીય રાજ્યને ઉત્પીડનને સમાપ્ત કરવાની માગ કરું છું. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.