પર્યાવરણ માટે પ્રેરક ઉદારતા ગોપાલભાઈ વસ્તપરા ના સૌજન્ય થી બ્રહ્મલીન પૂજ્ય શ્રી રામકૃષ્ણબાપુ ના સ્મરણાર્થે ૧૦૦૦ આંબા રોપાશે
પર્યાવરણ માં પ્રેરક ઉદારતા
ગોપાલભાઈ વસ્તપરા ના સૌજન્ય થી
બ્રહ્મલીન પૂજ્ય શ્રી રામકૃષ્ણબાપુ ના સ્મરણાર્થે ૧૦૦૦ આંબા રોપાશે
બાબરા ગમાપીપળીયા ગામમાં બોખલા હનુમાનજી દાદાની જગ્યામાં બ્રહ્મલીન પૂ.મહંત શ્રીરામકૃષ્ણદાસ બાપુના સ્મરણાર્થે ૧૦૦૦ આંબાની ક્લમ ભાવ-ભક્તિથી વાવવામાં આવશે.અને આંબાની કલમના રોપા ગામમાં વૃક્ષો વાવવાના ભાવિકોને ઘર દીઠ બે રોપા આપવામાં આવેલા છે.અને રોપાના દાતાશ્રી અને પર્યાવરણ પ્રેમી ગોપાલભાઈ વસ્તરપરા - ચમારડી તરફથી આપવામાં આવેલા છે. રોપા લેવા ગ્રામજનોની લાઇન થઈ હતી. પૂ. મહંતશ્રી રામકૃષ્ણદાસબાપુ પણ ખુબજ પર્યાવરણ અને વૃક્ષો પ્રેમી હતા.તેમણે આ આશ્રમમાં વૃક્ષો વાવી આશ્રમની તેમજ ગામની અને સૃષ્ટિની શોભા વધારેલ છે.તેમજ બાબરા તાલુકાના કિસાન સંઘના પ્રમુખ ભાનુભાઈ એમ.પાનશેરીયા એ જણાવ્યું હતું કે આ સૃષ્ટિનું અને માનવ સમાજને સજીવન રાખવા હશે તો તેમજ હિટવેવનો સામનો કરવા માટે પણ વ્યક્તિ દીઠ પાંચ-પાંચ વૃક્ષો ઉછેરવા જોશે.. અને આંબાના છોડને ઉછેરી મોટા વૃક્ષ બનાવી પૂ. બાપુનું સંભારણું અને દાતાની શોભા અને સૃષ્ટિની શોભા વધારીએ.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.