બાલાસિનોરના 45 ગામ વચ્ચે માત્ર 18 તલાટી હોવાથી લોકોના કામો મુશ્કેલીમાં મુકાયા - At This Time

બાલાસિનોરના 45 ગામ વચ્ચે માત્ર 18 તલાટી હોવાથી લોકોના કામો મુશ્કેલીમાં મુકાયા


13 ગ્રામ પંચાયતની ચૂંટણી ન યોજાતાં વહીવટદારની નિમણૂક

• શેરી લાઇટ, પાણીની સમસ્યા સહિત સફાઇ સહિતની કામગીરી પૂર્ણ ન થતાં મુશ્કેલી

બાલાસિનોર તાલુકાના 45 ગામ વચ્ચે 18 તલાટી હોવાથી ગ્રામજનોના કામો અટવાતા હેરાન પરેશાન થઈ રહ્યા છે. જેમાં 13 ગ્રામ પંચાયતની ચૂંટણી ન યોજાતા વહીવટદાર તરીકેની નિમણુંક કરવામાં આવી છે. જેના કારણે તલાટીને વધુ ગામોની જવાબદારી હોવાથી તેઓ પણ વધુ કામના ભારણને લઈ કંટાળી ગયા છે. ગામના મહત્વના કામો સ્ટ્રીટલાઈટ, પાણીનો સમસ્યા, સફાઈ કામગીરી તેમજ નક્કી કરાયેલા કામો સમયસર પૂર્ણ ન થવાથી ગ્રામજનો મુશ્કેલી અનુભવી રહ્યા છે. દર બે તલાટીો પાસે 5-5 ગામોનો ચાર્જ હોવાથી ગામડાઓનો વિકાસ અટક્યો છે.
સાથે તલાટી કમ મંત્રીઓએ અલગ - અલગ ગામડાઓની કામગીરી માટે સમય ફાળવ્યો હોય છે. અરજદારને તલાટી ક્યા સમયે ક્યાં હાજર રહેશે તે ખ્યાલ ન હોય તેમને પણ કામકાજ હોય જેને લઈ અરજદારના સમયસર કામ થતા નથી. તેથી વારંવાર ધક્કા થતા તેમનો સમય અને પૈસા વેડફાય છે.

સમય મર્યાદામાં સરકારી યોજનાઓનો લાભ પણ મળી શકતો નથી. જ્યારે તલાટી કમ મંત્રીને જે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા હોય તે અને સોપે અન્ય પંચાયતની કામગીરીની માહીતી ઉપલા અધિકારીને પહોંચતી કરવાની જવબાદારી પણ હોય છે. ત્યારે ગુજરાત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી કમ મંત્રીની પરીક્ષાનું પરિણામ વહેલુ જાહેર કરી તાત્કાલિક ભરતી પ્રક્રિયા અમલી બનાવાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.