જે મહિલાની ડિલિવરી નહોતી થઈ તેના પરિવારને મૃત બાળક સોંપી દીધું: સિવિલની બેદરકારી
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તંત્રનો મોટો ભગો સામે આવ્યો છે. જે મહિલાની ડિલિવરી નહોતી થઈ તેના પરિવારને મૃત બાળક સોંપી દીધું હતું. જે સ્મશાને પહોંચ્યા બાદ ખ્યાલ આવતા સિવિલની બેદરકારી છેક સ્મશાને સુધી છતી થઈ હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલના જનાના વિભાગની પોલમપોલનો કિસ્સો છે. મૃત બાળક બીજી મહિલાને જન્મ્યું હતું પણ તે બાળકનું સબ અન્ય પરિવારને આપી દીધું હતું. બાળકનું સબ લઈ સ્મશાને પહોંચેલા સંજયને ચિઠ્ઠી પરથી ખ્યાલ આવ્યો કે,
આ મૃત શિશુ તેની પત્ની પ્રેમીબેનનું નહીં પણ કોઈ રાધિકાબેન નામના મહિલાનું છે. સ્મશાનેથી બાળકનો મૃતદેહ પાછો હોસ્પિટલે લવાયો, ત્યારે સંજયને ખબર પડી કે મારી પત્નીની તો હજુ ડિલિવરી જ નથી થઈ! આ અંગે વિસ્તૃત વિગત મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલના જનાના વિભાગમાં બે સગર્ભા દાખલ થઈ હતી. જેમાં એક મહિલાનું નામ રાધિકાબેન જીવરાજભાઈ પરમાર(ઉ.વ.22) જે ખરેડી ગામના વતની હતા. બીજા મહિલા પ્રેમીબેન સંજયભાઈ ઠાકોર (ઉ.વ.25) જેઓ છતર ગામના વતની હતા. રાધિકાબેનને ગઈકાલે પ્રસુતિની પીડા ઉપડતા જનાના વિભાગમાં દાખલ કરાયા હતા. આજે બપોરે તેમને બે બાળકોનો જન્મ થયો હતો.
જેમાંથી એક બાળકનું જન્મતાની સાથે જ મૃત્યુ થયું હતું. જ્યારે બીજું બાળક ક્રિટિકલ કન્ડિશનમાં હોવાથી ત્યાં આઇસીયું વિભાગમાં દાખલ કરાયું હતું. ડોક્ટરે મૃત જાહેર કરેલા બાળકને લઈ હોસ્પિટલ સ્ટાફના કર્મીઓ બહાર આવ્યા હતા અને જીવરાજભાઈના બદલે સંજયભાઈને મૃત બાળક સોંપી કહ્યું હતું કે, તારી ધરવાળીને મૃત બાળક જન્મ્યું છે. ગામડાના ભોળા, ખેત મજૂર સંજયભાઈએ કોઈ પણ પ્રકારના સવાલો કર્યા વગર બાળક લઈ લીધું હતું અને તેની દફનવિધિ માટે તૈયારી કરી હતી. એક રિક્ષામાં સંજયભાઈ અને તેના પરિવારજનો મૃત શિશુ લઈ સ્મશાને પહોંચ્યા હતા
જ્યાં હોસ્પિટલમાંથી કરેલી ચિઠ્ઠી પરથી ખ્યાલ આવ્યો હતો કે , મૃત બાળક પ્રેમીબેનનું નહિ પણ રાધિકાબેનનું છે. તુરંત સંજય અને તેના પરિવારજનો મૃત બાળક લઈ હોસ્પિટલમાં પરત આવ્યા હતા અને તબીબી સ્ટાફને જાણ કરતા ડોકટર સહિતના સ્ટાફના કપાળે પરસેવો વળી ગયો હતો અને તેમની બેદરકારી સમજાઈ હતી. ત્યારબાદ આ મૃત બાળક તેના સાચા પરિવારજનો એટલે કે રાધિકાબેનના પતિ જીવરાજને સોંપવામાં આવેલ.
સંજય જે રિક્ષામાં મૃત બાળક લઈ સ્મશાન પહોંચ્યો હતો. તે રીક્ષા ચાલકે સ્મશાનમાં ચિઠ્ઠી બતાવવી પડશે તેવી વાત કરતા સંજયે ચિઠ્ઠી બતાવી હતી. રીક્ષા ચાલક સતર્ક હોવાથી તેણે સંજયને પૂછ્યું હતું. કે આ ચિઠ્ઠીમાં રાધિકાબેન લખ્યું છે, શું તે તમારા પત્ની છે? ત્યારે સંજયને ખ્યાલ આવ્યો કે આ તેનું બાળક નથી.
રાધિકાબેનને એક બાળક મૃત જન્મ્યું અને બીજું ક્રિટિકલ છે. રાધિકાબેનના પરિવારે આક્ષેપ કર્યો કે, બે બાળકો હોવા છતાં સિઝરીયન કરવાનું ન કહ્યું અને નોર્મલ ડિલિવરી કરાવી. જેથી એક બાળક મૃત પામ્યું અને બીજું ક્રિટિકલ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.