ડમ્પર ચાલક સામે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ* *તલોદના ડેગમાળ તળાવ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત*
*ડમ્પર ચાલક સામે તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ*
*તલોદના ડેગમાળ તળાવ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત*
રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા
તલોદ તાલુકાના ડેગમાર તળાવ પાસે એક ડંપર ચાલકે એક કારને ટક્કર મારતાં કારમાં સવાર ત્રણ ઈસમો પૈકી એક ઇસમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે આ અંગે પોલીસે ફરાર થઈ ગયેલ ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે
આ અંગે મળતી માહિતી મુજબ ગત 27 મે ના રોજ મેમનગર અમદાવાદ માં રહેતા જીજ્ઞેશ રણછોડજી ઠાકોર, વિજય રમેશભાઈ ઠાકોર અને પ્રકાશ જવાનજી ઠાકોર ત્રણેય જણા પોતાની માલિકીની કાર નંબર જીજે 01 ડબલ્યુ એચ 6067 નંબરની કાર લઈ ફરવા માટે રાજસ્થાન ગયેલ હતા ત્યાંથી અમદાવાદ પરત ફરી રહ્યા હતા તે દરમ્યાન ગત રાત્રીના સાડા દસ વાગ્યાના સુમારે ડેગમાર તળાવ પાસે થી પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી આવતી ટ્રક નંબર જીજે 09 એ યુ 3297 નંબરની ટ્રક ના ચાલકે કાબૂ ગુમાવતા કાર ને જોરદાર ટક્કર મારતાં કારનો આગળનો ભાગ દબાઈ જવા પામ્યો હતો અકસ્માત બાદ ટ્રક નો ચાલક ટ્રક મૂકીને ભાગી ગયો હતો બનાવની જાણ આજુબાજુ ના લોકોને થતાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાં સવાર ત્રણેય ઇસમોને બહાર કાઢી 108 મારફતે તલોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા અને ત્યાંથી વધૂ સારવાર માટે હિમતનગર સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર મળે તે પહેલા જ જીજ્ઞેશ રણછોડ જી ઠાકોર ઉ વ 27 ને મૃત જાહેર કરેલ
આ અંગે પ્રકાશજી ની ફરિયાદ ના આધારે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી હરસોલ જમાદાર લાખાભાઇ દેસાઈ એ વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે
7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.