ઇશ્વર સોમા આંગડિયા પેઢી સાથે 72 લાખની છેતરપિંડી આચરાઇ: ત્રણ સામે ગુનો નોંધાયો
ગઠિયાઓ અવનવા ખેલ કરીને ઓપરેશન પાર પાડતા હોય છે. રાજકોટની ઇશ્વર સોમા આંગડિયા પેઢીને મુંબઇના શખ્સ સહિત ત્રણ શખ્સે રૂ.72 લાખની ઠગાઇ કરી હતી. રાજકોટના સોનાના વેપારીની ભલામણથી આંગડિયા પેઢીના સંચાલકે દિલ્હી ખાતેની બ્રાંચેથી ગઠિયાને રૂ.72 લાખ ચૂકવી દીધા હતા, પરંતુ રાજકોટની ઓફિસમાં તે રકમ નહીં મળતાં છેતરપિંડી થયાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
મહેસાણાના બલોલ ગામના વતની અને રાજકોટમાં સોની બજારમાં આવેલી ઇશ્વર સોમા આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરતાં મોરારભાઇ ગોરધનદાસ પટેલે (ઉ.વ.67) એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુંબઇના પૃથ્વીરાજ કોઠારી, વિશાલ અને રમેશ મહેતાના નામ આપ્યા હતા અને તે ત્રણેયના મોબાઇલ નંબર પણ આપ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
