ભાભર ખાતે આગણવાડી ની બહેનો દ્વારા ભિત સૂત્રો લખવામાં આવ્યા - At This Time

ભાભર ખાતે આગણવાડી ની બહેનો દ્વારા ભિત સૂત્રો લખવામાં આવ્યા


ભાભર ખાતે આગણવાડી ની બહેનો દ્વારા ભિત સૂત્રો લખવામાં આવ્યા

બનાસકાંઠા જિલ્લાના ભાભર તેતરવા સેજાં ની આંગણવાડીની બહેનો દ્વારા બાળકો આંગણવાડીમાં આવે તે હેતુસર બાળકોને પ્રવેશ આપવામાં આવે છે તે લોકો સુધી પહોંચાડવા માટે ભીત સૂત્રો દ્વારા પ્રચાર પ્રસાર આંગણવાડીની બહેનો દ્વારા કરવામાં આવ્યો.
આજરોજ ભાભર સીડીપીઓ હંસાબેન પંડ્યા અને પાપા પગલી ઇન્સ્ટ્કટર સંગીતાબેન આશલ ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ ભાભરની તમામ આંગણવાડીઓમાં યોજવામાં આવ્યો હતો.

આંગણવાડીમાં બાળક ત્રણ વર્ષનું થતા પ્રવેશ આપવામાં આવે છે આ કાર્યક્રમ લોકોમાં જાગૃતતા આવે તે હેતુસર આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ભાભરની દરેક આંગણવાડીમાં
ઘર ઘરમાં પ્રગટાવો દીવો. આગણવાડીમાં પ્રવેશ કરાવો.
આગણવાડી ખુંલતા. ભાઈ બહેન આવે દોડતા.
આગણવાડીમાં આવે બાળ . ભણી ગણી અ ને થશે ન્યાલ.વિગેરે ભીંત સૂત્ર લખી અને લોક જાગૃતિ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

રિપોર્ટ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.