જસદણવાસીઓ ઉતરાણના દિવસે પતંગ અને મનના પેચ સાથે હજ્જારો મણ ઊંધિયું ઝાપટી જશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં મકરસંક્રાંતિના દિવસે પતંગ અને મનના પેચ સાથે મણ મોઢે ઊંધીયુ ઝાપટી જશે પતંગ ચગાવવાની સાથોસાથ લીલાં શાકભાજીથી સભર સ્વાદીષ્ટ ઊંધીયુ આરોગવાનો ક્રેઝ ગુજરાતમાં તમામ સ્થળે છે પણ જેમાં જસદણ જરાં હટકે છે આ અંગે તડામાર તૈયારીઓ થઈ રહી છે. દર ઉત્તરાયણના દિવસે શહેરના મોતીચોકમાં ઉંધીયુ બનાવતાં પટેલ સુપર મોલના સંચાલક હરિભાઈ હિરપરા(મો.9723499211) એ જણાવ્યું હતું કે જસદણવાસીઓ આમ તો સ્વાદના ભારે શોખીનો તરીકે ઓળખાય છે ઉંધીયામાં ખાસ કરીને સુરતી પાપડી લીલી તુવેર લીલા ચણા, કાચા કેળા સુરણ રતાળુ આખા મરી મસાલા સાથે જો એમાં કેમિકલ વગરનું શુદ્ધ શિંગ તેલ વાપરવામાં આવે તો પછી તો ઉંધીયાની જમાવટ જરાં હટકે બને છે જસદણવાસીઓ હજ્જારો કિલો ઉંધીયુ ઝાપટી જશે તે પાક્કું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.