મોચી બજાર કોર્ટ પાસે પ્રૌઢ પર બે મહિલા સહિત ત્રણ શખ્સનો હુમલો
મોચી બઝાર કોર્ટ પાસે જૂની અદાવતનો ખાર રાખી પ્રૌઢ પર રિક્ષામાં ઘસી આવેલા હનીફ ઉર્ફે હકો અને બે મહિલાએ હુમલો કરતાં તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડયા હતાં. બનાવ અંગે એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે મુંજકામાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતાં કીશોરભાઈ હસુખભાઇ વાઘેલા (ઉ.વ.46) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હનીફ ઉર્ફે હકો યુસુફ ચૌહાણ, કુલશન ઉર્ફે કુલી મજીદ અને યાશમીનનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ જિલ્લા પંચાયત સામે આવેલ કોટક મહીન્દ્રા બેન્કમાં 10 વર્ષથી સેલ્સ કો-ઓર્ડિનેટર તરીકે નોકરી કરે છે. ગઈકાલે સાંજના તેઓ બાઈક લઈ તેમના સાસુની સારવારનું બિલ ચૂકવવા માટે કનક રોડ પર આવેલ શીવ હોસ્પીટલે ગયેલ હતાં. જ્યાંથી તેઓ સીવીલ હોસ્પીટલ ચોક પાસે આવેલ ગોકૂલ કોમ્પલેક્સમાં એડવોકેટને મળવા ગયેલ હતાં. બાદમાં એડવોકેટ જયેન્દ્રભાઈ ગોંડલીયા સાથે ઓફીસમાથી નીકળીને ચામુંડા રેસ્ટોરન્ટની સામે રોડ પર ઉભા હતા .
ત્યારે એક રીક્ષા ઘસી આવેલ અને આ રીક્ષામાથી હનીફા ઉર્ફે હકો ચૌહાણ, કુલસન ઉર્ફે ફુલ્લી અને યાસમીને ઢીકાપાટુનો માર મારી ગાળો આપવા લાગેલ અને હનીફે કહેલ કે, તું તે દીવશે બોવ હોશીયારી કરતો હતો અને તને આજે જીવતો નથી જાવા દેવો તેમ ધમકી આપેલ હતી. બાદમાં તેઓ ત્યાંથી ભાગી પોલીસ કમિશ્નર કચેરીએ આવી પોલીસ વાહનમાં સારવારમાં ખસેડાયા હતાં. વધુમાં ફરિયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું કે, 10-12 વર્ષ પહેલા મારા મામા કીરણભાઈ હનીફ ઉર્ફે હકાની શેરીમા રહેતા હતા ત્યારે હનીફે મામાની દિકરીની છેડતી કરેલ હોય ત્યારે માથાકૂટ થયાં બાદ ઘર મેળે સમાધાન થયેલ ગયેલ હોય તેનો ખાર રાખીને હુમલો કર્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.