ધંધુકા જનકપુરી થઈ ને નીકળેલી શોભાયાત્રાનું લીંબડીમાં ભવ્ય સ્વાગત - At This Time

ધંધુકા જનકપુરી થઈ ને નીકળેલી શોભાયાત્રાનું લીંબડીમાં ભવ્ય સ્વાગત


ધંધુકા જનકપુરી થઈ ને નીકળેલી શોભાયાત્રાનું લીંબડીમાં ભવ્ય સ્વાગત

લીંબડીમાં અઢી આકરી મેલડી દ્વારા શ્રી ઠાકોરજીની શોભાયાત્રાનુ આયોજન કરાયું

જનકપુરી ધંધુકા માટે પ્રસ્થાન થયેલી શોભાયાત્રાનું શહેરમાં આગમન થયું

તુલસી વિવાહના પાવન અવરસ નિમિત્તે જનકપુરી ધંધુકા જવા નીકળેલી શોભાયાત્રાનું લીંબડીમાં આગમન થતા શહેરમાં ભક્તિમય માહોલ બન્યો હતો. દાદાબાપુ ધામ પચ્છમથી વિરવિભુષણ વિજયસિંહ બાપુ ઠાકોરજીની ભવ્ય જાન આસ્થા ફાઉન્ડેશનના ફાઉન્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા આયોજિત તુલસી વિવાહ નિમિત્તે જનકપુરી ધંધુકા તરફ છે. ત્યારે ઠાકોરજીની શોભાયાત્રા લીંબડી ખાતે જઈ પહોંચતા શહેરમાં ભક્તોને દર્શન આપવા સમગ્ર પરિભ્રમણે નીકળી હતી. નગરમાં જવાની છે. ત્યારે ઠાકોરજીની શોભાયાત્રા લીંબડી ખાતે પહોંચતા શહેરમાં ભક્તોને દર્શન આપવા સમગ્ર નગરમાં પરિભ્રમણે નીકળી હતી.
લીંબડી અઢી આકરી મેલડી માતાજીના મંદિરેથી ભલગામડા ગેટ, ચબુતરા ચોક, સરોરિયા ચોક અને ત્યાંથી વ્હાઈટ હાઉસ ચોક અને એસટી ડેપો રોડ થઈ આ શોભાયાત્રા અઢી આકરી મેલડી માતાના મંદિરે સમાપન થઇ હતી. શોભાયાત્રામાં વિરવિભુષણ વિજયસિંહ બાપુ(મહંત, દાદા બાપુધામ,પચ્છમ) તથા અન્ય સાધુ સંતો જોડાયા હતા. લીંબડી અઢી આકરી મેલડી માતાજીના ભુવા શાંતિલાલ ચૌહાણ તથા પ્રવીણસિંહ ગોહિલ ખસ્તા તથા ઇસુભા તથા જીગાભાઈ તથા વિકીભાઈ તથા અઢી આખરી મેલડી ગ્રુપના સેવકોએ જહેમત ઉઠાવી હતી.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.