રાજકોટમાં દાગીના બનાવવા સોની વેપારી પાસેથી રૂ.28.36 લાખનું સોનુ લઇ બંગાળી કારીગર ફરાર
રાજકોટમાં વધુ એક બંગાળી કારીગર વેપારીનું લાખોની કિંમતનું સોનુ લઇ નાસી ગયા અંગે ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. અગાઉ પણ સોની બજાર, પેલેસ રોડ, ભૂપેન્દ્ર રોડ સહિતની બજારોના સોની વેપારીઓ પાસેથી કારીગરો દાગીના બનાવવાના ઓઠા હેઠળ સોનુ મેળવી લાખોનુ સોનુ લઇ રફુચક્કર થઇ જતાં હોવાના કિસ્સા બની ચુક્યા છે. ત્યારે ફરી ભૂપેન્દ્ર રોડ પર જ્વેલર્સની દૂકાન ધરાવતાં સોની વેપારી સાથે બંગાળી કારીગર રૂ. 28,36,966ની ઠગાઇ કરી બાવીસ અને ચોવીસ કેરેટનું સોનુ લઇ નાસી ગયો હોવાની ઘટના સામે આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.