ઉકાઇ ડેમમાં પાણી આવક ઘટતા સપાટી ઘટી, આઉટફ્લો 84 હજાર ક્યુસેક - At This Time

ઉકાઇ ડેમમાં પાણી આવક ઘટતા સપાટી ઘટી, આઉટફ્લો 84 હજાર ક્યુસેક


- દિવસે
51 રેઇનગેજ
સ્ટેશનોમાં માત્ર 34 મીમી વરસાદ : 12 કલાકમાં સપાટી સામાન્ય ઘટીને 335.28  ફુટ         સુરતઉકાઇ
ડેમના કેચમેન્ટમાં આજે દિવસના સામાન્ય વરસાદ વરસતા જ પાણીની આવકમાં ઘટાડો સતાધીશોએ
પાણી છોડવાનું પણ ધટાડી દઇને ૮૪ હજાર કયુસેક કરી દીધુ હતુ. પાણીની આવક સામે જાવક વધુ
હોવાથી ૧૨ કલાકમાં ઉકાઇ ડેમની સપાટીમાં સામાન્ય ઘટાડો થયો હતો.

ઉકાઇ ડેમના
ઉપરવાસમાં આજે દિવસ દરમ્યાન ૫૧ રેઇનગેજ સ્ટેશનમાં માત્ર ૩૪ મિ.મિ વરસાદી પાણી પડયુ
છે. જયારે હથનુર ડેમમાંથી પણ પાણી છોડવાનું ઘટાડી દઇને ૯૪ હજાર કયુસેક થઇ ગયુ છે. જયારે
ઉકાઇ ડેમ નજીકના પ્રકાશા વિયરમાંથી ૭૩ હજાર કયુસેક પાણી છોડાઇ રહ્યુ છે. આમ પાણીની
આવકમાં પણ ઘટાડો થતા ઉકાઇ ડેમમાં સવારે૧ લાખ કયુસેક ત્યારબાદ ઘટીને ૬૮ હજાર કયુસેક
અને સાંજે છ વાગ્યે ૧ લાખ કયુસેક થઇ હતી. આજે સવારે દસ વાગ્યાથી પાણી છોડવાનું ઘટાડીને
જે ૮૪ હજાર કયુસેક કરાયુ હતુ. તે આજે આખો દિવસ ચાલુ રાખ્યુ હતુ. ઉકાઇ ડેમની સપાટી સવારે
છ વાગ્યે ૩૩૫.૩૧ ફુટ નોંધાયા બાદ ૧૨ કલાક પછી સાંજ છ વાગ્યે સામાન્ય ઘટાડો થઇને ૩૩૫.૨૮
ફુટ થઇ હતી. ઉકાઇ ડેમનું રૃલલેવલ ૩૩૫ ફુટ અને ભયજનક લેવલ ૩૪૫ ફુટ છે.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.