કિંગ ચાર્લ્સનો ઘોડો ભડક્યો, Video:ટૂરિસ્ટ મહિલા ફોટો પડાવવા નજીક આવી તો જોરદાર બટકું ભર્યું, યુવતી બેભાન થઈ - At This Time

કિંગ ચાર્લ્સનો ઘોડો ભડક્યો, Video:ટૂરિસ્ટ મહિલા ફોટો પડાવવા નજીક આવી તો જોરદાર બટકું ભર્યું, યુવતી બેભાન થઈ


બ્રિટનમાં કિંગ ચાર્લ્સની સુરક્ષા ટુકડીમાં સામેલ એક ગાર્ડ ઘોડાએ ટૂરિસ્ટ પર હુમલો કરી દીધો. જોકે, સેન્ટ્રલ લંડનના વ્હાઇટહોલની બહાર એક મહિલા ફોટો પડાવતી હતી. તેની બાજુમાં જ ચાર્લ્સનો ગાર્ડ ઘોડા પ સવાર હતો. અચાનક જ તે ઘોડાએ મહિલાના જમણા હાથ પર બચકું ભરી લીધું. મહિલા થોડીવાર પછી બેભાન થઈ ગઈ. ઘટનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. બ્રિટનના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કિંગની સેવામાં હાજર ઘોડાને યોગ્ય ટ્રેનિંગ આપવામાં આવે છે. જોકે, મોટાભાગે ટૂરિસ્ટોની વધારે ભીડ તેમને પરેશાન કરી દે છે. સોશિયલ મીડિયા પર ફુટેજમાં ટૂરિસ્ટ મોટાભાગે આ ઘોડાની ખૂબ જ નજીક ઉભેલાં જોવા મળે છે. ઘોડા જ્યાં તૈનાત હોય છે ત્યાં સાવધાની રાખવાના મેસેજ સાથે એક બોર્ડ પર સાઇન પણ લગાવવામાં આવ્યું છે. તેના ઉપર લખેલું છે, સાવધાન! ઘોડો તમને બચકું ભરી શકે છે. તેની લગામને અડશો નહીં. જોકે, ફોટો પડાવવા આવતા લોકો આ મેસેજને ઇગ્નોર કરે છે. ટૂરિસ્ટના વધારે નજીક આવવાથી ઘોડા ગભરાય છે
વ્હાઇટહોલની બહાર હાજર રોયલ આર્મીના અધિકારીઓએ કહ્યું- અમે ટૂરિસ્ટોની સુરક્ષા માટે જરૂરી પગલા લઇએ છીએ. તેમ છતાંય ઘોડાની ખૂબ જ નજીક આવવાથી તેના કરડવાનો ભય રહે છે. થોડાં દિવસ પહેલાં જ ગાર્ડ ઘોડાએ એક ભારતીય ટૂરિસ્ટને પણ બચકું ભર્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. ટૂરિસ્ટ મહિલાએ ડ્રેસ પહેર્યો હતો. ઘોડાએ બચકું ભર્યું ત્યારે તે ગભરાઇ ગઈ અને લથડિયા ખાતી જોવા મળી હતી. તે પછી મહિલાનો ફોટો લેતી વ્યક્તિ તેને સંભાળતી જોવા મળે છે અને તેઓ બંને ત્યાંથી જતા રહે છે. રસ્તા ઉપર દોડ્યા હતા શાહી પરિવારના બે ઘોડા
આ પહેલાં 24 એપ્રિલના રોજ લંડનમાં રાજપરિવારની સુરક્ષામાં સામેલ 5 ઘોડા બેકાબૂ થઇ ગયા હતા. તેઓ સવાર-સવારમાં શહેરના રસ્તા પર દોડતા જોવા મળ્યા હતા. તેમાંથી થોડાં ઘોડા ઘાયલ પણ થયા હતા. તેમના શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું. ઘોડા સેન્ટ્રલ લંડનની એલ્ડવિચ રોડ પર દોડી રહ્યા હતા, જેનાથી ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘોડાઓ એક ડબલ ડેકર બસ અને અનેક ગાડીઓ સાથે પણ અથડાયા હતા. જેના કારણે તેઓ ઘાયલ થઇ ગયા હતા. બ્રિટિશ સેનાએ જણાવ્યું હતું કે બકિંધમ પેલેસ પાસે હાજર બેલગ્રેવિયામાં 7 ઘોડાને રિહર્સલ કરાવવામાં આવી રહ્યું હતું. આ એક ઓફિશિયલ રિહર્સલ ટ્રૂપિંગ સેરેમની માટે હતું. બધા ઘોડા લાઇફ ગાર્ડ્સની ટુકડીના હતા, જે બ્રિટનના રાજપરિવારના સુરક્ષામાં તૈનાત રહે છે. બેલગ્રેવિયા પાસે નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. વધારે અવાજના કારણે ઘોડા ગભરાઈ ગયા હતા. ત્યારે 5 ઘોડાએ પોતાના રાઇડર્સને ઝટકો મારીને નીચે ફેંક્યા અને મુખ્ય રસ્તા પર દોડવા લાગ્યા હતા. રસ્તા પર ઘોડા થોડી કાર અને ડબલ ડેકર બસ સાથે અથડાયા હતા, જેનાથી તેઓ ઘાયલ થઈ ગયા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.