કેશોદમાં ગીતા જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા
કેશોદમાં ગીતા જયંતી નિમિત્તે ગીતાજીનું પૂજન કરવામાં આવ્યું 12માં તથા 18માં અધ્યાયનું પારાયણ કરવામાં આવ્યું સમગ્ર માનવ સમાજને જીવન જીવવાનો રાહ બતાવતો શ્રી મદ ભાગવત ગીતા વિશ્વનો એકમાત્ર એવો ગ્રંથ છે કે જેની જન્મ જયંતી ઉજવાય છે.આજે ન્યુ એરા પ્રોફેસર એકેડમીમાં ગીતા જયંતિ ખુબ ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી.સ્ટાફ તથા બાળકોઍ ટ્રેડિશનલ ડ્રેસ સાથે ઉપસ્થિત રહી શ્રીમદ ભાગવત ગીતાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યા બાદ આરતી અને 12માં અધ્યાયનું પઠન કરેલ હતુ. અને બાળકો દ્વારા ગીતાજીનો પરિચય તેમજ કેશોદ વિસ્તારના જાણીતા źએનાઉન્સર શ્રી ડૉ. ભુપેન્દ્રભાઈ જોશી દ્વારા શ્રીમદ ભાગવત ગીતા પર પ્રવચન આપવામાં આવેલું હતું. આ તકે બાલ્કો ગીતાના વિચારોથી વાકેફ થાય તથા જીવનના દરેક ક્ષેત્રમાં પથ દર્શક તરીકે શ્રીમદ ભાગવત ગીતાનો ઉપયોગથી પોતાના જીવનને ધન્ય બનાવે તથા ધર્મગ્રંથને માત્ર ધાર્મિક ગ્રંથ જ નહીં પણ એક જીવન પથદર્શક તરીકે સ્વીકારે અને ભગવાન શ્રીકૃષ્ણના કર્મના સિદ્ધાંત પ્રમાણે શ્રેષ્ઠ કાર્ય કરી માનવ ધર્મને જાળવી રાખે ઍ ભાવ સાથે ગીતા જયંતિની સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી
રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ
મો. ૯૭૨૩૪ ૪૪૯૯૦
9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.