રાજકોટમાં બનતા પ્લાન્ટની મ્યુ. કમિશનરે મુલાકાત લીધી, કહ્યું- 600 ટન કચરામાંથી 15 મેગાવોટ ગ્રીન પાવરનું ઉત્પાદન થશે - At This Time

રાજકોટમાં બનતા પ્લાન્ટની મ્યુ. કમિશનરે મુલાકાત લીધી, કહ્યું- 600 ટન કચરામાંથી 15 મેગાવોટ ગ્રીન પાવરનું ઉત્પાદન થશે


રાજકોટ શહેરમાંથી એકત્ર થયેલા જુના કચરાના નિકાલ માટે હાલ નાકરાવાડી ખાતે પ્રોસેસિંગ અને લેન્ડ ફીલની કામગીરી ચાલી રહી છે. તેમજ અહીં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ પણ બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે મ્યુ. કમિશનર આનંદ પટેલે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ-નાકરાવાડી ખાતે મુલાકાત કરી ટેકનીકલ પ્રેઝન્ટેશન નિહાળી આ સમગ્ર પ્રોજેકટની કામગીરીનું નિરીક્ષણ કર્યું જણાવ્યું હતું કે, પ્લાન્ટમાંથી રોજ 600 ટન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થશે અને ગ્રીન પાવર જનરેટ થવા સાથે આ ઉર્જા (વીજળી) ગુજરાત સરકારને વેચવામાં આવશે. આ માટે કરાર પણ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.