વિસાવદર સહિત ત્રણ તાલુકાની વચ્ચે ફેમિલી કોર્ટનું વિસાવદર ખાતે શનિવારે ઓપનિંગ :તડામાર તૈયારીઓ ત્રણેય તાલુકાના પારિવારીક તકરાર તથા ભરણપોષણના કેસો વિસાવદર કોર્ટમાં ટ્રાન્સફર
વિસાવદર સહિત ત્રણ તાલુકાની વચ્ચે ફેમિલી કોર્ટનું વિસાવદર ખાતે શનિવારે ઓપનિંગ :તડામાર તૈયારીઓત્રણેય તાલુકાના પારિવારીક તકરાર તથા ભરણપોષણના કેસો વિસાવદર કોર્ટમાં ટ્રાન્સફર.વિસાવદર સહિત ભેસાણ તથા મેંદરડા તાલુકા વચ્ચે નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા વિસાવદરમાં ફેમિલી કોર્ટ મંજુર કરેલ છે અને ગુજરાત સરકારે આ અંગેનું જાહેરનામું બહાર પાડી આ ત્રણેય તાલુકાની કોર્ટમાં ચાલતા ભરણપોષણના કેસો, ચડત ભરણપોષણના કેસો, બાળકોની કસ્ટડી મેળવવાના કેસો, ત્રણેય તાલુકાના લગ્ન હક્ક પુરા કરવાના દાવા, છૂટાછેડાના દાવા, જ્યુડિશિયલ સેપ્રેશનનાના દાવા સહિતની પારિવારિક તકરારો અંગેના કેસો માટે તથા અગાઉથી હુકમો થયેલ હોય તેવી તમામ અપીલો તારીખ ૧ લી જૂનથી વિસાવદર કોર્ટમાં ટ્રાન્સફર કરવા હુકમ કરેલ છે અને સતાવાર રીતે જાહેર થયા મુજબ જુનાગઢ જિલ્લામાં નવી ત્રણ સહિત ગુજરાતમાં કુલ નવી ૮૦ ફેમિલી કોર્ટનું તા.૦૧.૦૬.૨૦૨૪ના રોજ ઓપનિંગ થશે વિસાવદરમાં ફેમિલી કોર્ટ મંજુર થતા વકીલોમાં તથા ત્રણેય તાલુકાની જનતામાં આનંદ ફેલાયો છે અને આ ઓપનિંગ ભવ્ય રીતે થાય તે માટે નામદાર ડિસ્ટ્રીકટ કોર્ટ જૂનાગઢના માર્ગદર્શન હેઠળ વિસાવદર કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી એસ.એસ. ત્રિવેદી સાહેબ દ્વારા સતત અને ઝડપી કામગીરી બાબતે દેખરેખ રાખવામાં આવી રહેલ છે અને આર.એન્ડ.બી.ના અધિકારીઓને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે, વિસાવદર બાર એસોસિએશન દ્વારા પણ વિસાવદરમાં ફેમિલી કોર્ટ સમયસર ચાલુ થાય તે માટે ખુબજ સહકાર આપવામાં આવી રહેલ છે, આ ઓપનિંગને લઈને વિસાવદર બાર એસોસિએશન તથા કોર્ટ સ્ટાફ તડામાર તૈયારીઓ કરી રહયા છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.