સુરેન્દ્રનગરના થાનગઢમાં ઐતિહાસિક પરંપરા "ધારાવાડી” હજુ જીવંત છે: ગ્રામ્ય દેવી દેવતાઓને નિવૈધ કરી ગામ ફરતે જળધારા સાથે સુતરની આંટીની પરંપરા દ્વારા રક્ષણ કવચ મેળવ્યું* - At This Time

સુરેન્દ્રનગરના થાનગઢમાં ઐતિહાસિક પરંપરા “ધારાવાડી” હજુ જીવંત છે: ગ્રામ્ય દેવી દેવતાઓને નિવૈધ કરી ગામ ફરતે જળધારા સાથે સુતરની આંટીની પરંપરા દ્વારા રક્ષણ કવચ મેળવ્યું*


◼️ થાનગઢ: ધારાવાડી શબ્દ નવી પેઢીના યુવાનો માટે અજુકતો સમજણ બહાર છે ત્યારે એ ખેડૂતો માટે નવા વર્ષની સાથે વરૂણદેવને રિજવવા સાથે પ્રાર્થના કરી વરસાદ સારો થાય અને આ વર્ષ અનાજ બહોળુ પાકે ધાન્યના ઢગલાઓ ખેડૂતો ખેતરથી લાવે સાથે પશુઓને બહોળી જગ્યામાં ઘાસચારોથી તૃપ્તિ થાય તે માટે એક ઐતિહાસિક પરંપરા વર્ષોથી ગામડાઓમાં ચાલી આવે છે. શ્રધ્ધાનો વિષય હોય તો પુરાવાની કોઈ જરૂર નથી. તેથી જ ગામોમાં આ ધારાવાડીની ઐતિહાસિક પરંપરા જોવા મળે છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મુકામે આજે શુક્રવારે અત્રેના માલધારી સમાજ સતવારા તલવાડી તથા અન્ય સમાજના સમાજના લોકો એકત્રિત થઈ ધારાવાડીનો કાર્યક્રમ આયોજીત કર્યો હતો. પ્રસ્તુત વીડિયોમાં અગ્રણીના મુખે સાંભળવા મળે છે કે છેલ્લા ૧૫ વર્ષથી આપણે ધારા વાળી કરી નથી ત્યારે થાનગઢ ગામે સારા વરસાદ અપેક્ષાર્થે મેઘરાજને રિઝવવા તેમજ ગામના સમસ્ત દેવી-દેવતાને પ્રસન્ન કરવા ધારાવાળી દેવામાં આવી હતી. આ પ્રસંગે માલધારી સમાજના ભુવાશ્રીઓ તથા સતવારા સમાજના ભુવાશ્રીઓ દ્વારા ગામની ફરતે ધારાવાડી દેવામાં આવી હતી મેઇન બજાર ટાવરવાળા ચોકથી ધારા વાળી દેવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ રામજી મંદિર તથા હસનપરા શેરી, દરબારગઢ, ચોટીલા દરવાજાવાળા શક્તિ માતાજીએ થઈ પીપળાવાળા ચોકમાં કાળેશ્વર મહાદેવ મંદિર પુર્ણાહુતી કરવામાં આવી હતી અને છેલ્લે ગામ ધણી વાસુકીદાદાના મંદિરે સમસ્ત સતવારા સમાજ તથા માલધારી સમાજના ભુવાશ્રીઓએના રમઝટથી દાદાના આશીર્વાદ મેળવ્યા હતા. ગ્રામ્ય દેવી દેવતાઓને નિવૈધ પ્રસાદ જુવારવામા આવ્યો તથા સુતરની આંટી અને જળધારા થકી એક રક્ષણ કવચ મેળવવાં માટેની વિધીની સાથે સાથે પ્રાર્થના કરી કે આ વર્ષ સારું નિરોગી રહે વરસાદ ભરપૂર થાય ખેડૂતો પશુ પંખીઓને ખોરાક સાથે ધાન્યના ઢગલા પ્રાપ્ત થાય. આ પરંપરા દ્વારા ગામલોકો ઓતપ્રોત બની ધન્યતા અનુભવતા નજરે પડ્યા હતા.
*રિપોર્ટર: જયેશભાઈ મોરી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.