ભાવનગર રોડ, કોઠારીયા રોડ, પેડક રોડ અને ગાંધીગ્રામમાંથી છરી સાથે 4 ઝબ્બે - At This Time

ભાવનગર રોડ, કોઠારીયા રોડ, પેડક રોડ અને ગાંધીગ્રામમાંથી છરી સાથે 4 ઝબ્બે


થોરાળા પોલીસે ભાવનગર રોડ અમૂલ સર્કલ પાસેથી નીકળેલા રમેશ ભાવેશ ચૌહાણ (ઉ.35, રહે. ચુનારાવાડ શેરી નં.7)ને અટકાવી ઝડતી લેતા તેના નેફામાંથી છરી મળી આવતા ધરપકડ કરી ગુનો દાખલ કરેલ હતો. આજી ડેમ પોલીસના સ્ટાફે કોઠારીયા રોડ પર, જયનગર પાસે, ખોડિયાર હોટલની બાજુમાં ઉભેલા પ્રતિક પરસોતમ સાકરીયા (ઉ.20, રહે. જયનગર મફતીયાપરા)ને છરી સાથે ઝડપી લઈ ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી.
બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે પેડક રોડ પર પેડક સર્કલ પાસે શંકાસ્પદ હાલતમાં નીકળેલા મહેશ વિઠ્ઠલ હળવદીયા (ઉ.44, રહે. ભાવનગર રોડ, બેડીપરા)ને અટકાવી ઝડતી લેતા તેની પાસેથી ધારદાર છરી મળી આવી હતી. હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈએ આરોપી વિરૂધ્ધ ગુનો નોંધાવી છરી કબ્જે કરી હતી. માલવીયાનગર પોલીસે કે.કે.વી. હોલ પાસે હોટલ પલ્લવ પાછળ જાહેર રોડ પર છરી સાથે ફરતા યશપાલગીરી રમેશગીરી ગોસ્વામી (ઉ.37, રહે. શ્યામનગર શેરી નં.1, દશનામી ચોક, ગાંધીગ્રામ)ને ઝડપી ગુનો દાખલ કર્યો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.