વિરપુર ગ્રામ પંચાયતની બાજુના લોકો ગંદકીમા રહેવા મજબુર બન્યા,
મહીસાગર જિલ્લાના વીરપુર ગ્રામ પંચાયતની બાજુમાં જાડી જંગલથી ઘેરાયેલા વિસ્તારમા કાદવ કીચડની વચ્ચે સ્થાનિકો રહેવા મજબુર બન્યા,
રોજબરોજ પબ્લિકની વચ્ચે આત્મીયતાથી રહેતા ભૂંડ પણ કાદવને ઉથલ પાથલ કરી રોજ નવી બદબુનો આનંદ લઈ રહ્યા છે ત્યારે આ બાબતે ગ્રામ પંચાયતના વહીવટદાર શ્રી ને પૂછતાં જણાવેલ કે કોઈ સ્વચ્છતા વેરો ભરવા તૈયાર નથી, સ્થાનિકો ગંદકી વચ્ચે રહેવા લાચાર છે, કચરા પેટીના શોભાના ગોઠિયા સમાન સાધનો કાટ લાગવાથી કટાઈ જતા કચરામો ભળી જાય તો નવાઈ નહિ,ખુલ્લી ગટરોનું પાણી જાણે જલગંગા વહેતી હોય તેમ અવિરત વહે છે, આ રસ્તો દરગાહ જવાનો મૂળ રસ્તો બંધ થતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે,પાણી ભરાતા કાદવ કીચડથી સ્થાનિકોનું આરોગ્ય જોખમાય તો નવાઈ નહિ સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોઈ ત્યારે તંત્ર પણ આંખ આગળ આડા કાન કરી રહ્યું, ત્યારે વારંવાર ગ્રામ પંચાયત ને જાણ કરવા છતાં પરિસ્થિતિમોં કોઈ બદલાવ ના આવતા સ્થાનિકોમો રોષ જોવા મળ્યો છે, ચૂંટણી ટાણે મસમોટા બણગા ફૂંકીને વિકાસના નામે પાયાવિહોણા મોટા દાવા કરવામો આવે છે,પરિણામ જેસે થે ખોખલા દાવા કરી જનતાને મૂર્ખ બનાવવાની ફરિયાદો લોખમુખે ચર્ચાય છે,સ્થાનિકોએ વધુમોં જણાવ્યું કે વહેલી તકે કાયમી ધોરણે ગંદકી દૂર નહિ કરવામો આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ અગર આંદોલન કરતા ખચકાઈશું નહિ, તેવી પણ ઉગ્ર ચિમકી આપી
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.