છોટાઉદેપુર જીલ્લાના બોડેલી પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ - At This Time

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ


(રિપોર્ટર ઝાકીર હુસૈન મેમણ)

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેંદ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જીલ્લામા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે.પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સપેકટર આર.ટી.ઉદાવત તથા સર્વેલન્સ સ્કોર્ડના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ.

તા.૨૯/૦૮/૨૦૨૪ ના રોજ હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા અમો પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમા હતા અને હિંમતનગર બસ સ્ટેશન પાસે આવતા અ.હેડ.કોન્સ વિક્રમસિંહ રુમાલસિંહ તથા આ.પો.કો હરપાલસિંહ જશવંતસિંહનાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે બોડેલી પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં ૧૧૧૮૪૦૦૧૨૪૦૭૫૨/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી અવિનાશ ઉર્ફે જીગો સ/ઓ લાલજીભાઇ વિઠ્ઠલભાઇ બારીયા ઉવ.૨૧ રહે, રતનપુર થાના મંદીર ફળિયુ તા.બોડેલી જી.છોટાઉદેપુરવાળો ભોગબનનાર સગીરા સાથે હિંમતનગર બસ સ્ટેશન આગળ રોડ ઉપર ઉભો છે.જે હકીકત આધારે સદરી ઇસમને કોર્ડન કરી પકડી પાડી આરોપી તથા ભોગબનનાર સગીરાને બોડેલી પોલીસ સ્ટેશન સોપવામા આવેલ છે.

કામગીરી કરનાર અધીકારી કર્મચારી

(૧) આર.ટી.ઉદાવત પોલીસ ઇન્સપેક્ટર

(૨) અ.હેડ.કોન્સ વિક્રમસિંહ રૂમાલસિંહ

(૩) અ.હેડ.કોન્સ જીગ્નેશકુમાર સુરેશભાઈ

(૪) આ.પો.કો.હરપાલસિંહ જશવંતસિંહ

(૫) અ.પો.કો હિતેષકુમાર રમણભાઇ

(૬) અ.પો.કો નિકુલસિંહ મહેન્દ્રસિંહ

(૭) આ.લો.ર કિર્તિરાજસિંહ કિરીટસિંહ

(૮) વુ.આ.લો.ર જીનલબેન બળદેવભાઇ

(આર.ટી.ઉદાવત) પોલીસ ઇન્સપેક્ટર હિંમતનગર.બી ડીવી.પો.સ્ટે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.