કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાની અનાજ માફીયાઓ સામે મેગા ડ્રાઇવ_ - At This Time

કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાની અનાજ માફીયાઓ સામે મેગા ડ્રાઇવ_


કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અનાજ માફીયાઓ સામે મેગા ડ્રાઇવ_
-------------------------
૨૪ કલાકમાં જિલ્લાના અલગ-અલગ તાલુકામાં કુલ-૮ જેટલી જગ્યાઓ પર કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રેઇડ કરી રકમ રૂા.૩,૩૯,૧૪૦/- નો મુદામાલ સીઝ કરી કડક સંદેશ આપ્યો.
-------------------------
ગીર સોમનાથ, તા.૨૭/૧૧/૨૦૨૪:
જીલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન તથા નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજેશ આલ ની સૂચના હેઠળ ગીર સોમનાથ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓ માંથી સરકારી અનાજ સગેવગે કરતા હોવાની ફરીયાદો આધારે કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા મેગા ડ્રાઇવ ગોઠવી અનાજ માફીયાઓને ૨૪ કલાકની અંદર દબોચી લેવા સુચના પ્રસારીત કરતા ૨૪ કલાકની અંદર તાલાલા, કોડીનાર તથા સુત્રાપાડા તાલુકાઓ માંથી ફેરીયાઓ મારફત સરકારી અનાજ સગેવગે કરતા કુલ-૮ જેટલા સખ્શને જડપી પાડવામાં આવ્યા.

જેમાં સુત્રાપાડા તાલુકા ખાતેથી કુલ-૨ સખ્શ સાથે રકમ રૂા.૬૯,૮૧૦/- નો મુદામાલ તથા કોડીનાર તાલુકા ખાતેથી કુલ-૫ સખ્શ સાથે રકમ રૂા.૧,૮૭,૭૦૫/- નો મુદામાલ તથા તાલાલા તાલુકાના રાઈડી ગામ ખાતેથી કુલ-૧ સખ્શ સાથે રકમ રૂા.૮૧,૬૨૫/- નો મુદામાલ સીઝ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરવામાં આવેલ.

આ પ્રસંગે માન. કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આવી પ્રવૃત્તી કરતા અનાજ માફીયાઓને કડક સંદેશ આપતા જણાવેલ કે, ''સરકારી રાશનનું જો કોઇ વ્યકતી દ્વારા ડાયવર્ઝન કરવાના પ્રયાસો કરવામાં આવશે તો તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ સરકારી અનાજનો લાભ મેળવતા લાભાર્થીઓ જો પ્રકારની પ્રવૃત્તીમાં જોડાયેલા જણાશે તો તેઓના રાશન કાર્ડમાં મળતા સરકારી લાભ તુરંત બંધ કરી દેવામાં આવશે.'' નાગરીકોને સલાહ આ૫તા માન. કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જણાવેલ કે, સરકારશ્રી દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ ભારતના નાગરીકોને પોષ્ટીક તથા ગુણવત્તા યુકત રાશનનું વિતરણ કરવામાં આવે છે પરંતુ કેટલાક લાભાર્થીઓ આ અનાજનો ઉપયોગ કરતા ન હોવાનું જણાય છે. જેથી આવા ગ્રાહકોએ સરકારશ્રી દ્વારા આ૫વામાં આવતુ રાશન પોતાના પરિવારના ગુજરાન માટે ઉપયોગમાં લેવા સંદેશ આપેલ અને નજીવા લાભ ખાતર આ અનાજ અનાજ માફીયાઓને વહેંચી ન દેવા જણાવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image