આયુષ્માન ભાવ: રૂ. 5 લાખ સુધીની મફત સારવારના સરકારના આદેશની સર્જરી, હોસ્પિટલે 10 હજાર પડાવ્યા
ગરીબ દર્દીઓ સારવારથી વંચિત ન રહી જાય તે માટે કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત યોજના અમલમાં મૂકી છે. જેમાં લાભાર્થીને કાર્ડ અપાય છે. દર્દી દાખલ થાય એટલે એ કાર્ડ આપતા જ 5 લાખ સુધીની સારવાર ફ્રી મળે છે તેણે એક પણ રૂપિયો આપવાનો હોતો નથી. સારવારનો તમામ ખર્ચ હોસ્પિટલને સીધો ચૂકવાય છે તેમજ હોસ્પિટલ આવવા જવાનું ભાડું પણ દર્દીના ખાતામાં જમા થાય છે. જોકે યોજના છતાં અમુક મેડિકલ માફિયાઓ દર્દીઓ પાસેથી રકમની વસૂલાત કરી રહ્યા છે.
શહેરના એક ગરીબ પરિવારના મોભીને પગની સર્જરી માટે વાવડીના 80 ફૂટ રોડ પર આવેલી આયુષ્માન હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. કાર્ડ હોવાથી ગરીબોને આશા હતી કે, સારવાર વિનામૂલ્યે થઈ જશે જોકે ત્યાં જ હોસ્પિટલના સ્ટાફે કહ્યું કે, બીજા 10,000 આપવા પડશે. તે મુદ્દે પરિવારે રકઝક કરતા એમ કહ્યું કે, સરકાર જે પૈસા આપે છે તે ઓછા હોય છે તેથી બધા પાસેથી બીજા માગવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.