સુઈગામ ખાતે તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ બે-દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

સુઈગામ ખાતે તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ બે-દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.


સુઈગામ ખાતે તાલુકાકક્ષાનો રવિ કૃષિ મહોત્સવ બે દિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તાલુકાના ખેડૂતોને રવી સીઝનમાં રવિ પાકોની આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રવિ કૃષિ મહોત્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,કાર્યક્રમમાં સૂઇગામ ખાતે રવિકૃષિ મહોત્સવના કાર્યક્રમ આયોજનમાં અલગ અલગ સ્ટોલો ઉભા કરી વિવિધ ખેતી પાક તેમજ દવાનો છંટકાવ અંગ ખેડૂતોને માહિતી આપી હતી અને વિવિધ લાભ સહાય વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સુઈગામ તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સુઈગામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન મહાદેવભાઈ ચૌધરી,વાઇસ ચેરમેન, તાલુકા ખેતીવાડી વિસ્તરણ અધિકારી વિપુલભાઈ દેસાઈ,ડિરેક્ટરો,અધિકારીઓ,કર્મચારીઓ ગ્રામસેવકો સહીત ગામના આગેવાનો અને સુઈગામ તાલુકાના ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.