નાગપુર RSS ના વડા મોહન ભાગવત સાથે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો તોગડીયા સાથે મુલાકાત
નાગપુર RSS ના વડા મોહન ભાગવત સાથે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો તોગડીયા સાથે મુલાકાત
નાગપુર ડો. પ્રવીણ તોગડીયા ની રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના સરસંઘચાલક મોહનજી ભાગવત સાથે થયેલ મુલાકાત આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ ના સ્થાપક અને અધ્યક્ષ ડો. પ્રવીણભાઇ તોગડીયા ની મુલાકાત આજે તારીખ ૧૩/૧૦/૨૪ ના રોજ નાગપુર ખાતે થયેલ છે જેમા નીચેના વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી. ભારત અને દુનિયામાં (બાંગ્લાદેશ, પાકિસ્તાન, અમેરીકા, કેનેડા અને અન્ય મુસ્લિમ રાષ્ટ્રો) માં હિંદૂઓની સ્થિતિ. ભારતમાં વધી રહેલ મુસ્લિમોની જનસંખ્યા, ઘટી રહેલ હિંદૂઓ ની જનસંખ્યા અને બાંગ્લાદેશના ધુસણખોરોની સમસ્યાના વિષય ઉપર ચર્ચા કરવામાં આવી. બધા જ હિંદૂઓ ને એક થવું જોઇએ એક રહીશુ તો જ બચીશુ અને હિંદુ સુરક્ષા ના વિષય ઉપર ચર્ચા થઇ હિંદૂઓ માટે નું સંગઠન આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, ઓજસ્વિનિ, રાષ્ટ્રીય મહિલા પરિષદ અને અન્ય સંગઠનો રામ સેતુ માં ખીસકોલી નું યોગદાન કરી રહ્યા છે અને કરશે જેની ચર્ચા થઇ.હિંદુ જ આગળ (હિંદૂ હી આગે) ના માટે બધીજ હિંદૂ શક્તિ ને સાથે લઇને અમે ચાલીશુ, સૌની સાથે અને સૌની પાછળ પણ અમે ચાલીશુ.અબ તો હિંદૂ હી આગે (હવે હિંદુ જ આગળ)ઉપરોક્ત વિષયોની ચર્ચા આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ ના સ્થાપક અને અધ્યક્ષ ડો. પ્રવીણભાઇ તોગડીયા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના સરસંઘચાલક મોહનજી ભાગવત સાથે આજે તારીખ ૧૩/૧૦/૨૪ ના રોજ નાગપુર ખાતે થયેલ હતી બંને હિન્દૂ નેતા ઓ વચ્ચે વિસ્તૃત પરામર્શ યોજાયો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.