ઈન્સ્ટાગ્રામમાં ભગવાન વિષે ખરાબ કોમેન્ટ કરી યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો - At This Time

ઈન્સ્ટાગ્રામમાં ભગવાન વિષે ખરાબ કોમેન્ટ કરી યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો


ઈન્સ્ટાગ્રામમાં ભગવાન વિષે ખરાબ કોમેન્ટ કરી યુવાનને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં મેસેજ કરતાં તાલુકા પોલીસ મથકમાં એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે કાલાવડ રોડ રાણી ટાવર પાછળ યોગીપાર્ક શેરીમાં રહેતાં વિનોદભાઈ દેવશીભાઇ બગડા (ઉ.વ.26) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઈન્સ્ટાગ્રામ આઈડી ધારક j.m.rathore.7773 અને sodhaganpatsinh1971ના ધારકનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ લોન એજન્ટનુ કામ કરે છે. ગઈ તા.20/01/2024 ના તેમની ઇન્સ્ટ્રાગ્રામ આઈડી પર એક રીલ્સ મુકેલ હોય જેમા ઇન્સ્ટ્રાગ્રામ આઇ.ડી. j.m.rathore.7773ના ધારકે ખરાબ કોમેન્ટ કરી કહ્યું કે, એમની ઓકાત શુ છે આખી જીંદગી એમના બાપ દાદાને કામ હીન્દુ ધર્મ આવ્યો છે, હમણા અમુ જાને અબુ જાન ભાઈજાન કરતા હોત. જયશ્રી રામ લખી કોમેન્ટ કરેલ હતી.
જેથી તેઓએ જય શ્રી રામનો મેસેજ કરેલ અને ઓડીયો કોલ કરેલ હતો. ત્યારબાદ તેમને મેસેજમા જણાવેલ કે, નાના ભાઈ એમની ઓકાત નથી તેમ કહી ખરાબ મેસેજ કરેલ હતો. બાદમાં ઓડીયો કોલ આવેલ જેથી તેઓને જણાવેલ કે, ઇસ્ટાગ્રામમાં રીલ્સ મુકેલ હોય જે છોકરો બોલે છે કે અહીં બાબા સાહેબ કા રાજ ચલેગા શ્રી રામ કા રાજ ચલેગા બોલે છે તેના પર તમે કોમેન્ટ કરી તમે અમારા સમાજ વિશે મેસેજ કરો છો તમે તે વ્યકતિને કહી દયો તેમ વાત કરતા ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતાં.
બાદમાં ગાળો આપી કહેલ કે, તારૂ સરનામુ આપ તેને પણ ત્યા આવી મારી નાખવો છે તેમ વાત કરી ફોન કાપી નાખેલ હતો. બાદમાં તેઓને ઇન્સ્ટાગ્રામ આઈડી પર sodhaganpatsinh1971 પરથી મેસેજ કરેલ કે, કે તુ તારૂ કામ કર, તુ કેવો છે એ મને ખબર છે જેથી કહેલ કોન ભાઈ તમારો નંબર મોકલો ભાઈ અને તેઓએ શ્રી રામ જન્મ પ્રાણપ્રતિષ્ઠા હોય કોઈ સમાજની ધાર્મીક લાગણી દુભાય તેવા કોઈ જાત મેસેજ ફોટા ફોરવર્ડ કરવા નહી જે જાહેર જનતા જોગ સંદેશનો ફોટો મોકલેલ હતો. બાદમાં ફરીવાર કોલ આવેલ અને ગાળો આપી મને જ્ઞાતી પ્રત્યે હદધૂત કર્યા હતાં.
તેમજ હું લખપતનો છુ, મારી પર અઢાર ગુન્હા છે એક વધારે થાય તો કાઇ ફેર ના પડે તારે કામ હોઇ તો લખપત આવી જા જે કા તુ તારૂ એડ્રેશ આપ એટલે હુ ત્યા આવીને તને ઉપાડી લવ તેમ કહીં ધમકી આપી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.