નેત્રંગ તાલુકામાં વિકાસનાં કામોની ફાળવણી બાબતે નેત્રંગ ના કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું - At This Time

નેત્રંગ તાલુકામાં વિકાસનાં કામોની ફાળવણી બાબતે નેત્રંગ ના કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું


નેત્રંગઃ નેત્રંગ તા.પંચાયતમાં ATVT યોજના અંતર્ગત ગામેગામ રસ્તા, બોર-મોટર અને સંરક્ષણ દીવાલ જેવાં વિકાસનાં કામોની ગ્રાન્ટની ફાળવણીનું આયોજન કરાયું હતું, જેમાં માત્ર પાંચ-છ ગ્રામ પંચાયતમાં તમામ કામોની ફાળવણી કરાઇ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના શેરખાન પઠાણ અને કાર્યકરોએ નેત્રંગ તાલુકા પંચાયતમાં ધરણાં પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત તાલુકા પંચાયત કચેરીને ટાડાબંધી કરવાની ચીમકી ઉચ્ચારતા તાત્કાલિક નેત્રંગ પોલીસ નો કાફલો પહોંચી ગયો હતો. નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલે કોંગ્રેસના શેરખાન પઠાણની રજૂઆત સાંભળી નેત્રંગ તાલુકાના દરેક ગ્રામ પંચાયતમાં વિકાસનાં કામોની ફાળવણી કરાશે તેવી બાંયધરી આપતાં આખરે મામલો શાંત પડ્યો હતો.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image