એસ્ટ્રોન ચોક, હનુમાન મઢી, અને નવાગામમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા કરી 3 આરોપીની ધરપકડ કરી, કરોડોની લેવડદેવડ સામે આવી - At This Time

એસ્ટ્રોન ચોક, હનુમાન મઢી, અને નવાગામમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા કરી 3 આરોપીની ધરપકડ કરી, કરોડોની લેવડદેવડ સામે આવી


રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ સટ્ટાનું મોટુ નેટવર્ક ચાલતુ હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચે એસ્ટ્રોન ચોક પાસે આવેલી ઓફિસમાં તેમજ હનુમાન મઢી અને નવાગામ બસ સ્ટેન્ડ પાસે દરોડા પાડી ક્રિકેટ સટ્ટો રમાડતા શખસોને ઝડપી લઈ તેની પાસેથી રૂ. 11.65 લાખની રોકડ તેમજ માસ્ટર આઈડી મળી આવતા તેની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા મુખ્ય નેટવર્ક ચલાવતા અન્ય ત્રણ શખસોના નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મુખ્ય નેટવર્કમાં જેમના નામ ખુલ્યા તેમાં એક કુખ્યાત બુકી રાકેશ રાજદેવના ભત્રીજા હોવાનું સામે આવતા અચાનક જ ત્રણ નામચીન બુકીને ત્યાં દરોડા થતા રાજકોટ શહેરના અન્ય બુકીઓમાં સોપો પડી જવા પામ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.