સમસ્ત મહાજનની ટીમ જીવદયા, ગૌ રક્ષાનાં કાર્યો માટે ઉત્તરાખંડનાં પ્રવાસે - At This Time

સમસ્ત મહાજનની ટીમ જીવદયા, ગૌ રક્ષાનાં કાર્યો માટે ઉત્તરાખંડનાં પ્રવાસે


સમસ્ત મહાજનની ટીમ જીવદયા, ગૌ રક્ષાનાં કાર્યો માટે ઉત્તરાખંડનાં પ્રવાસે

ઉત્તરાખંડનાં વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓને, ગૌ સેવકોને રૂબરૂ મળીને વિવિધ જીવદયા ગૌ સેવાનાં પ્રશ્નો અંગે ચર્ચા થઇ, સંબંધિતોને રજૂઆત કરાઈ

ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યો સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડો.ગીરીશભાઈ શાહ અને મિતલ ખેતાણીના માર્ગદર્શન હેઠળ સમસ્ત મહાજનની ટીમ દ્વારા જીવદયા, ગૌ રક્ષાનાં કાર્યો માટે ઉત્તર પ્રદેશ, હિમાચલ અને ઉત્તરાખંડનો પ્રવાસ કરવામાં આવી રહ્યો છે. પ્રવાસ દરમિયાન વિવિધ રાજ્યોના નેતાઓ, મંત્રીઓ અને સત્તાધારીઓને મળીને જીવદયા, ગૌસેવા અંગેના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી રહી છે.
રાજ્યમાં ગૌશાળાઓ, પાંજરાપોળોને મળતી સબસીડીની રકમ વધારીને પશુ દીઠ રૂપિયા 100 કરવામાં આવે, રાજ્યમાં 1962 પશુ એમ્બ્યુલન્સ શરુ થાય અને તેનો વ્યાપ પણ ખુબ વધે જેથી ગ્રામ્ય કક્ષાએ પણ પશુ, પક્ષીઓની નિ:શુલ્ક સારવાર અને જીવતદાન મળે, બે દિવસીય પ્રાણી કલ્યાણ, ગૌ આધારિત ખેતી, ગૌ આધારિત વ્યવસ્થા, જીવદયા વિષે જાણકારી આપતો સેમીનાર અથવા શિબિરનું આયોજન કરવા માટે વિનંતી કરાઈ છે. અધિકારીઓનું ભગવાન રામની મૂર્તિ અને ગાય માતાની મૂર્તિ આપીને અભિવાદન કર્યું હતું.
આ અંગે દહેરાદુન, ઉત્તરાખંડનાં લાઈવ સ્ટોક ડેવલોપમેન્ટ બોર્ડનાં ડૉ. કમલ સિંહ, ઉત્તરાખંડનાં પશુપાલન ખાતાના ડાયરેક્ટર ડૉ. નીરજ સિંઘલ, ઉત્તરાખંડનાં સ્ટેટ એનીમલ વેલ્ફેર બોર્ડનાં ડાયરેક્ટર ડૉ. અશોક કુમાર સહિત વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓને સમસ્ત મહાજનનાં ડૉ. આર. બી ચૌધરી અને ટીમ દ્વારા રજૂઆત કરાઈ.સમસ્ત મહાજનની ટીમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગાય સેવા, જીવદયા, જીવરક્ષા, અભયદાન અને શાકાહારના પ્રચારને પ્રોત્સાહન આપવા માટે હંમેશા મદદરૂપ બનવાનો પ્રયત્ન કરશે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.