રાજકોટ સમસ્ત કોટડીયા પરિવાર દ્વારા રાજકોટ ખાતે યોજાઇ રહ્યો છે ભવ્ય સ્નેહમિલન સમારોહ - At This Time

રાજકોટ સમસ્ત કોટડીયા પરિવાર દ્વારા રાજકોટ ખાતે યોજાઇ રહ્યો છે ભવ્ય સ્નેહમિલન સમારોહ


રાજકોટ સમસ્ત કોટડીયા પરિવાર દ્વારા રાજકોટ ખાતે યોજાઇ રહ્યો છે ભવ્ય સ્નેહમિલન સમારોહ
સમયની માંગ અને વીખાતી જતી સયુંકત કુટુંબ વ્યવસ્થા તથા સામાજીક એકતાને ધ્યાનમાં લઈને સમસ્ત કોટડીયા પરિવાર લેવા પટેલ દ્વારા એક મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું. જેમાં પરિવારની અંદરો અંદર થતા સામાન્ય ઝઘડાઓ ને કારણે પરિવાર ની એકતા ઉપર જે કુઠારા ઘાત લાગતો હોય છે. જેનાથી પરિવારો વિખુટા પડી જાય અથવા તો પરિવારોની એકતાનો ભંગ થાય! આવા સંજોગોમાં અને અત્યારના સમયની જરૂરિયાત પ્રમાણે એકતા એક જરૂરી અને મહત્વપૂર્ણ થઈ ગયેલ છે. કોટડીયા પરિવાર દ્વારા સુરત, અમદાવાદ, પાલનપુર, ગીગાસણ, ભલગામ, વિસાવદર તાલુકો, કેશોદ, ગોંડલ, ખાંડાધાર વગેરે સ્થળોએ સ્નેહ મિલન કે અન્ય સ્વરૂપે સમગ્ર પરિવાર એકઠો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ કેમ પાછળ રહી જાય ? આગામી નવા વર્ષમાં એટલે કે 2023માં જાન્યુઆરી મહિનાની 8 તારીખે રાજકોટ ખાતે કોટડીયા પરિવાર લેવા પટેલ નું એક ભવ્યથી ભવ્ય સ્નેહમિલનનું આયોજન થઈ રહ્યું છે. જેમાં કોટડીયા પરિવારના ભાઈ બહેનોને પધારવા કોટડીયા પરિવારની રાજકોટ સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે.છગનભાઈ કોટડીયા એ જણાવ્યું હતું કે, અત્યારે એકતા અને પરિવારભાવના જાગૃત થાય એ જરુરી છે. સ્નેહમિલન જેવાં કાર્યક્રમોથી પરિવારમાં ખીલતી પ્રતિભાઓને નવાજવાથી તેમનું મોરલ વધે છે. તથા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે.ભરત કોટડીયાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩ના પ્રારંભે ૮ જાન્યુઆરી ના રોજ એકતાના આ મહાયજ્ઞમાં ગુજરાતભરમાંથી કોટડીયા પરિવારના સભ્યો એકત્રિત થશે. ત્યારે એક ઐતિહાસિક ઘટના સાકાર થશે. કોટડીયા પરિવાર જ નહીં પણ લેવા પટેલના વિખરાયેલા તમામ પરિવારોએ એકસુત્રતાથી બંધાઈ સમાજ વ્યવસ્થા મજબૂત કરવી જોઈએ. રાજકીય રીતે કે ધર્મથી અલગ પડવું જોઈએ નહીં. રાજકીય વેરઝેરમાંથી બહાર નીકળી અને ઘર્મના વાડાઓને વિલીન કરી એક સુચારું સમાજ બનાવવો જોઈએ.રાજકોટ ખાતે યોજાનારા કોટડીયા પરિવારના આ મહા સ્નેહમિલનને સફળ બનાવવા ડી.કે.પટેલ, છગનભાઈ કોટડીયા, પ્રગ્નેશભાઈ કોટડીયા, મુકેશભાઈ કોટડીયા તથા કોટડીયા પરિવાર સમિતિ રાજકોટના તમામ સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.