સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ બરવાળામાં વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી સ્ત્રી સશક્તિકરણ કાર્યક્રમ આયોજિત કરવામા આવ્યો
(રીપોર્ટર: ચિંતન વાગડીયા)
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર સંચાલિત સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, બરવાળા મુકામે તા.૦૮.૦૩.૨૦૨૫ ના રોજ સમાજશાસ્ત્ર વિભાગ અને CWDC ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવેલ. બ્રહ્માકુમારી વર્ષાબહેન તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા દિપપ્રાગટ્ય કરવામાં આવેલ. વક્તા તરીકે એ. એમ. રાવલ(PSI), રીનાબેન વ્યાસ, રીન્કલબેન મકવાણા (જીલ્લા કાઉન્સેલર, પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેંટર), ભાવનાબેન મારું(સખી વન સ્ટોપ સેંટર), જલ્પાબેન પરમાર(૧૮૧ અભયમ) અને મનસુખભાઈ(DHEW) દ્વારા ભારત અને ગુજરાત સરકારની મહિલા વિષયક યોજનાઓની તથા કરવામાં આવતી કામગીરી વિશે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ. દરેક વક્તાઓએ તથા બ્રહ્માકુમારી વર્ષાબહેને વિશ્વ મહિલા દિવસ વિશે વિશેષ વાત કરીને વિદ્યાર્થીઓને વૈવિધ્ય સભર જ્ઞાન પૂરું પાડયુ હતું. કોલેજની વિદ્યાર્થીનીઓ ઝાલા મૈત્રીબા, કસોટીયા આરતી, કસોટીયા તુલસી, સિંધવ ભૂમિકાએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આશાબેન અને મનીષાબેન કે જેઓ અત્રેની કોલેજમાં સફાઈકર્મી તરીકે ફરજ બજાવે છે તેઓનું કોલેજ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ.ગુણવંતરાય બી. વાજાના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડૉ. જાનકી કળથીયા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની શામળ પારુલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભારવિધિ ડૉ. જાનકી કળથિયા દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં કૉલેજના અધ્યાપકઓ, કર્મચારીઓ તથા વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
