ભાટપુર ગામે 4 ફુટ લાંબા રસલ વાઇપરનું રેસ્ક્યુ કરી જંગલમાં સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો…
મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ભાટપુર ગામે રહેણાંક મકાનની બાજુમાંથી મહાકાય ખડચિતરો (રસલ વાઇપર) નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાં ભાટપુર ગ્રામ પંચાયતમાં આવેલા ગામતળ ફળીયાના ગામના મુકેશભાઈ બારીયાના રહેણાંક મકાનની નજીક 4 ફૂટ લાંબો મહાકાય ખડચિતરો (રસલ વાઇપર)ફરતો જોવા મળ્યો હતો. જે બાદ સ્થાનિકોએ રેસ્ક્યુ ટીમ નો ટેલીફોનીક સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે જંગલ વિભાગના કર્મચારી અનિલસિંહ.જી.વાઢેર રા.ફો કોયડમ , એસ.એલ.ચૌધરી બી.ગા કોયડમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મહાકાય સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મહાકાય સાપ રહેણાંક વિસ્તારમાં દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. રેસક્યું કરાયેલ આ સાપને રહેણાંક વિસ્તારથી વઘાસ જંગલ ભાગ વિસ્તારમાં છોડી દેવામાં આવતાં ગ્રામજનોને હાશકારો અનુભવ્યો હતો...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.