કોંગ્રેસે 75 વર્ષમાં 58 વર્ષ સુઘી દેશ પર સાશન કર્યુ પરંતુ આદિવાસી ભાઇ-બહેનો માટે કઇ કામ નથી કર્યુ - At This Time

કોંગ્રેસે 75 વર્ષમાં 58 વર્ષ સુઘી દેશ પર સાશન કર્યુ પરંતુ આદિવાસી ભાઇ-બહેનો માટે કઇ કામ નથી કર્યુ


ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા ઉનાઇ માતાથી ફાગવેલ અને ઉનાઇ થી અંબાજી યાત્રા પ્રારંભ ગૃહમંત્રી અમિતભાઇ શાહે કરાવ્યો હતો.

 

આ ગૌરવ યાત્રામાં દેશના ગૃહમંત્રી અને સહકારીતામંત્રી અમિતભાઇ શાહએ સંબોઘન કરતા જણાવ્યું કે, ઉનાઇમાતાના સાંનિધ્યમાંથી 2 ગૌરવ યાત્રા શરૂ થવા જઇ રહી છે. એક યાત્રા ઉનાઇ થી અંબાજી તો બીજી ઉનાઇથી ઉમરગામ જવાની છે. કોંગ્રેસે આઝાદી પછી અન્યાય કરવામાં કશું બાકી નખી રાખ્યું. ગુજરાતના વિકાસને કોંગ્રેસે રોકી રાખ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદીજીએ કમાન સંભાળી અને ગુજરાતનો વિકાસ જેટ ગતીએ આગળ વઘાર્યો. 20 વર્ષમાં ગુજરાતે જે વિકાસ કર્યો તેનું ગૌરવ ગાન કરવાની આ યાત્રા છે.

 અમિતભાઇએ વધુમાં જણાવ્યું કે, 1995 થી ગુજરાતની જનતાએ ભાજપે પર વિશ્વાસ રાખ્યો અને ભાજપે ગુજરાતને દેશનું નંબર વન રાજય બનાવ્યું છે. ગુજરાતના સાડા છ કરોડની જનતાનો આભાર માનતી આ ગૌરવ યાત્રા છે. કોંગ્રેસે 75 વર્ષમાં 58 વર્ષ સુઘી દેશ પર સાશન કર્યુ પરંતુ આદિવાસી ભાઇ-બહેનો માટે કઇ કામ નથી કર્યુ. કેન્દ્રમાં આદિજાતી મંત્રાલય પણ ન હતું. 

ભાજપની સ્વ અટલ બિહારી વાજપાયજીની સરકાર આવી ત્યારે સ્વ અટલજીએ કેન્દ્રમાં આદિવાસી કલ્યાણ મંત્રાલયની સ્થાપના કરી.ગુજરાતમાં નરેન્દ્રભાઇ મોદી એ વન બંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરી અને યોજનાના ફાયદા આદિવાસી પરિવારોએ જોયા છે.

નરેન્દ્રભાઇ અને ભુપેન્દ્રભાઇ સુઘીનો સરવાળો કરીએ તો 11 લાખ હેકટર જમીનમાં સિંચાઇ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યુ છે. કોરોના જેવી મહામારીમાં વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી દેશના ગરીબો અને વિશેષ કરીને આદિવાસી પરિવારોને ફ્રીમા રાશન આપવાની વ્યવસ્થા કરી છે.

 આજે 98.3 ટકા આદિવાસી ગામોને મુખ્ય રોડ સાથે જોડવાનું કામ ભાજપની સરકારે કર્યુ. વિકાસના કામનો ભરોસો ભાજપ પર જ મુકી શકો. કોંગ્રેસ વિકાસના કામ કરી જ ન શકે માત્ર બેનરો લગાવી શકે. ભારતીય જનતા પાર્ટી જે કામ કરવાનું કહે છે કે કરે જ છે. ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના હાથ મજબૂત કરવા વિનંતી કરી અને ભુપેન્દ્રભાઇ પટેલને ફરી મુખ્યમંત્રી બનવાશોને ,ભાજપને જંગી મતોથી વિજય બનાવશોને તેવા સવાલ સાથે ઉપસ્થિત જનતાનો વિશ્વાસ મેળવ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.