રાજકોટમાં ધો.4ની છાત્રાને તાવ ભરખી ગયો - At This Time

રાજકોટમાં ધો.4ની છાત્રાને તાવ ભરખી ગયો


શહેરમાં હોળી-ધુળેટી બાદ ફરી રાત્રે અને વહેલી સવારે ઠંડક અને બપોરે અતિશય ગરમી જેવી મિશ્ર ઋતુ જોવા મળી રહી છે.જેને લઈને રોગચાળાનો ઉપદ્રવ વધવા પામ્યો છે.જેમાં શરદી-ઉધરસ,તાવ અને ઝાડા-ઉલ્ટીના ઘણા બધા કેશ સામે આવી રહ્યા છે.ક્યાંકને ક્યાંક સાથે જ મચ્છરનો ઉપદ્રવ પણ સતત વધી રહ્યો છે. ત્યારે રાજકોટના ગાંધીગ્રામમાં રહતી 11 વર્ષની બાળાને ગઈકાલે તાવ ચડ્યા બાદ મોડી રાત્રે ઉલટી થઈ હતી અને તેણીનું સવારે બેભાન હાલતમાં જ મૃત્યુ નીપજ્યું હતું.
આ મામલે તેમના મૃતદેહને રાજકોટ સરકારી હોસ્પિટલે ખસેડયો હતો.બાળાના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે. વધુ વિગતો મુજબ,રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ગૌતમનગર શેરી નં.2 માં રહેતા શ્રમિક પરિવારની પુત્રી રાધિકા અગતરાઇ રાય(ઉ.વ.11) આજે વહેલી સવારે પોતાના ઘરે જાગ્યા બાદ તુરંત બેભાન હાલતમાં ઢડી પડી હતી.જેથી તેણીને તુરંત જ સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી
ત્યારે ત્યાં હાજર ફરજ પરના તબીબે રાધિકાને મૃત્યુ જાહેર કરી હતી. તેઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની છે.તેમના પિતા કલરકામ કરે છે.રાધિકા બે ભાઈની એકની બહેન હતી. તેમના પરિવારના જણાવ્યા મુજબ,રાધિકા ધોળકિયા સ્કૂલમાં ધો.4માં અભ્યાસ કરતી હતી તેણીને ચારેક દીવસથી તાવ આવતો હતો.તેમની દવા પણ ચાલુ હતી ત્યારે ગઈ કાલે તેમને રાત્રીના ગંભીર રીતે ઉલટી થયા બાદ તાવ ચડ્યો હતો અને સવારે જાગ્યા બાદ તેણી તુરંત ઢળી પડી હતી.તેણીના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.