રૂપિયા ઉપરનું દબાણ ઘટાડવા અને ફુગાવાને નિયંત્રણમાં રાખવા વ્યાજદરમાં 0.5%નો વધારો
રૂપિયા ઉપરનું દબાણ ઘટાડવા અને ફુગાવાને નિયંત્રણમાં રાખવા આરબીઆઇએ સતત ચોથી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. કેન્દ્રીય બેંકે પોલિસી વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ 5.90 ટકા પર પહોંચી ગયો છે, જે ત્રણ વર્ષમાં સૌથી વધુ છે.
રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ બેંકોને લોન આપે છે. આ વધારાને કારણે હોમ લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થશે. સેન્ટ્રલ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી હતી. મે મહિનાથી રેપો રેટમાં 1.90 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
એવું માનવામાં આવી રહ્યું હતું કે ફુગાવો ઘટાડવા માટે કેન્દ્રીય બેંક ફરી એકવાર રેપો રેટમાં વધારો કરી શકે છે. વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ ફુગાવાને કાબૂમાં લેવા માટે વ્યાજ દરમાં વધારો કર્યો છે. આરબીઆઈએ મે મહિનામાં રેપો રેટમાં 190 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. યુએસ ફેડ રિઝર્વે સતત ત્રીજી વખત વ્યાજ દરમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો, જેના પછી રૂપિયા પર દબાણ વધ્યું હતું. ઉપરાંત ઓગસ્ટમાં છૂટક ફુગાવો ફરી વધ્યો હતો. આવી સ્થિતિમાં અર્થશાસ્ત્રીઓનું માનવું હતું કે આરબીઆઈ શુક્રવારે રેપો રેટમાં વધારાની જાહેરાત કરી શકે છે. અને એવું જ થયું છે.
રેપો રેટમાં વધારાથી ઋણની કિંમતમાં વધારો થશે. આનું કારણ એ છે કે રેપો રેટમાં વધારો થવાથી બેંકોના ઉધાર ખર્ચમાં વધારો થશે. બેંકો તેને ગ્રાહકો સુધી પહોંચાડશે. તેનાથી લોન લેવી મોંઘી થશે. તેની અસર મકાનોના વેચાણ પર પણ પડશે. કાચા માલની કિંમતમાં વધારાને કારણે બિલ્ડરોએ રિયલ એસ્ટેટના ભાવમાં પહેલેથી જ વધારો કર્યો છે. આનાથી રિયલ એસ્ટેટ માર્કેટની રિકવરી પર અસર થશે જે પહેલાથી જ પાછું ધીમી પડી રહી છે.
લોન થશે મોંઘી, લોનધારકો ઉપર ભારણ વધશે
બેંકો જે નવી રિટેલ લોન ઓફર કરે છે તે એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડાયેલી છે. મોટાભાગના કિસ્સાઓમાં, તે રેપો રેટ સાથે જોડાયેલ છે. આ જ કારણ છે કે રેપો રેટમાં કોઈપણ ફેરફાર હોમ લોનના વ્યાજ દરને અસર કરે છે. એટલે કે રેપો રેટમાં વધારાથી હોમ લોનના હપ્તામાં વધારો થશે. ઉપરાંત, એમસીએલઆર, બેઝ રેટ અને બીપીએલઆર સાથે જોડાયેલ જૂની હોમ લોન પર પણ તેની અસર પડશે. હોમ લોન ઉપરાંત વાહન લોન, એજ્યુકેશન લોન, પર્સનલ લોન અને બિઝનેસ લોન પણ મોંઘી થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.