ભાવનગર રેલવે ડિવિઝનના પાયલોટે એક સિંહને ટ્રેનની અડફેટે આવતાં જીવ બચાવ્યો
ભાવનગર રેલવે ડિવિઝનના પાયલોટે એક સિંહને ટ્રેનની અડફેટે આવતાં જીવ બચાવ્યો
ભાવનગર રેલ્વે મંડલ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડલના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરે છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે.ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, 01 મે, 2024 બુધવારના રોજ,લોકો પાયલટ બલીરામ કુમાર, ટ્રેન નંબર 09539 (અમરેલી-જૂનાગઢ) પેસેન્જર ટ્રેનમાં કામ કરતી વખતે, લગભગ 07:30 વાગ્યે સવારે કિ.મી. નંબર 52/02 -52/05 ચલાલા-ધારી સેક્શન વચ્ચે રેલવે ટ્રેક પર સિંહને અચાનક આવતા જોઈને તેમણે ઈમરજન્સી બ્રેક લગાવીને લગભગ 50 મીટર પહેલા ટ્રેન રોકી દીધી અને સિંહનો જીવ બચાવ્યો . સિંહે પાટા ઓળંગ્યા બાદ ટ્રેનને ઘટનાસ્થળ પરથી લોકો પાયલોટ દ્વારા ગંતવ્ય સ્ટેશન તરફ લઈ જવામાં આવી હતી. ઘટનાસ્થળ પર કોઈ ફોરેસ્ટ ગાર્ડ હાજર ન હતો, તેમ છતાં લોકો પાયલટે ટ્રેન રોકીને સિંહને બચાવ્યો હતો. ટ્રેન મેનેજરે ધારી સ્ટેશન માસ્તરને મેમો આપ્યો હતો અને તે અંગેની માહિતી લોકો પાયલોટ દ્વારા મંડલ કચેરી કંટ્રોલને આપવામાં આવી હતી.માહિતી મળતાં,લોકો પાઇલટ બલીરામ કુમારને તેમના પ્રશંસનીય કાર્ય માટે ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.