રાજકોટમાં હોકીની તમામ રાજ્યની ટીમનું આગમન, એરપોર્ટ-રેલવે સ્ટેશન પર કાઠીયાવાડી પરંપરા મુજબ સ્વાગત કરાયું
29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર 36મી નેશનલ ગેમ્સ ગુજરાત-2022ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાનપદ હેઠળ યોજાનાર છે. રાજકોટ માટે આ રાષ્ટ્રીય ઈવેન્ટ્સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો અંતર્ગત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આજ બપોર સુધીમાં હોકીની વિવિધ રાજ્યોની ટીમો જેમાં તામિલનાડુ, ઝારખંડ (મેલ અને ફિમેલ બન્ને), હરિયાણા, ઓડિસા ફિમેલ ટીમ, કર્ણાટક ફિમેલ ટીમ, તથા સ્વિમિંગમાં સર્વિસીઝ અને કર્ણાટકની મેલ ટીમ રાજકોટ આવી પહોંચતા એરપોર્ટ અને રેલવે જંક્શન ખાતે કાઠિયાવાડી પરંપરા મુજબ સાંસ્કૃતિક પ્રોગ્રામ સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ અન્ય રાજ્યોની ટીમો આજે રાજકોટ આવી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.