ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓ દ્વારા રેલી કાઢી વિરોધ પ્રદર્શન નોંધાવ્યું. - At This Time

ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓ દ્વારા રેલી કાઢી વિરોધ પ્રદર્શન નોંધાવ્યું.


અરવલ્લી જિલ્લાના ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓની વિવિધ પડતર માગણીઓનો સ્વીકાર કર્યાં બાદ સરકાર દ્વારા સત્તાવાર પરિપત્ર-ઠરાવ પ્રસિદ્ધ ન કરાતાં આ કર્મચારીઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં વિવિધ કાર્યક્રમો આપ્યાં બાદ હવે આજે શનિવારના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગ્રાન્ટેડ શાળા ના તમામ કર્મચારીઓ સફેદ વસ્ત્રો ધારણ કરી ૧ કિ.મી. જેટલી મૌન રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો.
આ પહેલા ગત ૧૧ સપ્ટેમ્બરના રોજ આંદોલનના ભાગરૂપે તમામ ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓએ શાળા છૂટ્યાં બાદ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. આઠ તબક્કાના કાર્યક્રમ પુર્ણ થયા બાદ હવે શનિવારના રોજ નવમા તબક્કાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૨૩ સપ્ટેમ્બર, શનિવારના રોજ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા મથકે તમામ સંચાલકો, આચાર્યો, શિક્ષકો તથા વહીવટી કર્મચારીઓ ૧૦૦
ટકા હાજર રહી સફેદ વસ્ત્રો ધારણ કરી કાળી પટ્ટી પહેરીને કોઈ પણ ટીકા ટિપ્પણી કે ભાષણ વગર એક કિલોમીટર સુધી મૌન રેલી યોજી. આ રેલીમાં પ્લે કાર્ડ તથા બેનર સાથે કર્મચારીઓ ઉપસ્થિત રહી રેલી યોજી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.