ધંધુકા એસટી બસ સ્ટેન્ડ ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ - At This Time

ધંધુકા એસટી બસ સ્ટેન્ડ ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ


ધંધુકા એસટી બસ સ્ટેન્ડ ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

અમદાવાદ જીલ્લા ના ધંધુકા એસટી બસ સ્ટેન્ડ ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આજ થી બે માસ માટે સ્વચ્છતા એજ સેવા' અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે અને સમગ્ર રાજ્યમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની સઘન સાફ સફાઈ કરી આ મહા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલ એસટી બસ સ્ટેશન ખાતે સ્ટાફ દ્વારા સ્ટેશન પર 'સ્વચ્છતા એજ સેવા' અભિયાન હેઠળ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.બસ સ્ટેશન ખાતે પ્લાસ્ટિક વેસ્ટ એકત્રીકરણ, ઘન કચરાનો નિકાલ અને નકામી વસ્તુઓ તેમજ કચરાને દુર કરવા સહિતની સફાઈ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.આ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં ધારાસભ્ય કાળુભાઇ ડાભી, એપીએમસી ના ચેરમેન ચેતનસિંહ ચાવડા, સહિત શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા મામલતદાર વિજયસિંહ ડાભી, નગરપાલિકાના ચીફ ઓફિસર વાળા તથા ડેપો મેનેજર ડી એચ ચુડાસમા સહિતના અધિકારીઓ તથા ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.