સુઈગામ પંથકના બુટલેગરો પર સ્થાનિક પોલીસ,એલ.સી.બી અને એસ.ઓ.જીની રહેમનજર કે શું..?
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના વિસ્તારમાં છડેચોક ધામધૂમ થી દેશી તેમજ ઈંગ્લીશ દારૂનો ધંધો ફુલ્યો-ફાલ્યો છે, દારૂના રવાડે ચડી દેશનું ભાવિ યુવાધન બરબાદ થઈ રહ્યું છે,ઠેર-ઠેર દેશી દારૂના અડ્ડાઓ તેમજ વિદેશી દારુઓના સ્ટેન્ડો બનાવી બુટલેગરો ધામધૂમથી દારૂનું વેચાણ કરી રહ્યા છે, જવાબદાર તંત્રની આંખ સામે બુટલેગરો બાઇકો પર દારૂની બોટલોના થેલા ભરીને હોમ ડીલીવરી કરી રહ્યા છે, તેમજ તાલુકા મથકના નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે પર પણ ઈંગ્લીશ દારૂના સ્ટેન્ડ ધમધમી રહ્યાં છે,તેમ છતાં સ્થાનિક પોલીસ, એલ.સી.બી કે એસ.ઓ.જી દ્વારા બુટલેગરો સામે લાલ આંખ કરવામાં આવતી નથી તેથી સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે સ્થાનિક પોલીસ,એલ.સી.બી તેમજ એસ.ઓ.જી સહિત કટકીપાણી લઈને પાનના ગલ્લાઓ કે હોટલો વગેરેની આડમાં આવા દારૂ વેચતા બુટલેગરોને છાવરી રહ્યા છે, જો કે આમ જનતાનો પણ એવો સુર છે કે સ્થાનિક પોલીસ,એલ.સી.બી અને એસ.ઓ.જી પ્રાઇવેટ ગાડીઓમાં આવીને દર મહિને હપ્તાઓ ઉઘરાવી જાય છે, એટલે દેશી તેમજ ઈંગ્લીશ દારૂ વગેરે વહેંચવા વાળાઓને મોકળું મેદાન મળે છે, જોકે અવાર-નવાર દારૂને લઈ મીડિયામાં અહેવાલો આવતા હોય છે તેમ છતાં કાયદાના રાખેવાળો મીડિયાના અહેવાલોને નજરઅંદાજ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, હવે જોવું રહ્યું કે સુઈગામ પંથકમાં ખુલ્લેઆમ ધૂમ મચાવતા દારૂના ધંધા પર જવાબદાર તંત્ર લાલ આંખ કરે છે કે હપ્તાઓ લઈ બુટલેગરો છાવરે છે.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.