**બાલાસિનોર ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકરની 133 મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.*
*કાંતિસૂર્ય, મહાનાયક, બોધિસત્વ ડો.બાબા સાહેબની* *૧૩૩ મી જન્મ જંયતી નિમિત્તે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સંગઠન દ્રારા બાલાસિનોર માં ભવ્ય પેદલ રેલીનું આયોજન કરવામાં આવેલ*
૧૪મી એપ્રિલ એ ઉત્સવની સાથે સાથે ક્રાંતિનો દિવસ પણ છે. એક મહાન ક્રાંતિકારી સમાજસુધારકનો ૧૮૯૧માં જન્મ થયો હતો. તેઓએ અથાગ પુરુષાર્થ કરી માનવ કલ્યાણના માર્ગ પર ચાલી ભારતમાં તમામ માનવને બંધારણ બનાવી મૂળભૂત અધિકારો જેવા કે સમાનતાનો અધિકાર - સ્વતંત્રતાનો અધિકાર - શોષણ સામેનો અધિકાર - ધર્મની સ્વતંત્રતાનો - અધિકાર - સંસ્કાર અને શિક્ષણનો અધિકાર આપાવ્યો
આજ રોજ ડૉ.બાબાસાહેબ આંબેડકરની 133 મી જન્મજયંતી નિમિત્તે બાલાસિનોર નવા બસ સ્ટેન્ડ સ્થિત ડો.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા એ ફૂલહાર અર્પણ કાર્યક્રમ યોજાયો.જે પછી બાલાસિનોર ખાતે મહીસાગર જીલ્લા લેવલની પેદલ અધિકાર યાત્રા નો કાર્યક્રમ યોજેલ હતો જેમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા એ ફૂલહાર અર્પણ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ઈરફાન ખાન પઠાણ દ્વારા નિ: શુલ્ક છાશ નું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પેદા યાત્રા માં ગુજરાતના અંદાજીત 50 લાખ દલિતોના વર્ષોથી બંધારણીય હકો મુજબના પડતર પ્રશ્નોના નિકાલ માટે 22 મુદ્દાના પ્લે કાર્ડ દ્વારા પ્રદર્શન કરી જન્મજયંતિ ઉજવવામાં આવી.
આ 22 મુદ્દાના ન્યાય માટે રાજ્યના મુખ્યમંત્રી તથા 13 અનુસૂચિત જાતિ ની રીજર્વ શીટ પર થી ચૂંટાયેલ ધારાસભ્યોને મહીસાગર જિલ્લાના મોટા ભાગના ગામડાંઓ માંથી રજીસ્ટર્ડ પોસ્ટ દ્વારા આ બાબતે વિધાનસભામાં 22 મુદ્દાના પડતર પ્રશ્નો બાબતે રજુઆત કરી સુખદ નિકાલ કરવા માટે જણાવેલ અને આ બાબતે કોઈ ચોક્કસ પરિણામ ન મળે તો આગામી સમયમાં બંધારણના દાયરામાં રહી મોટી સંખ્યામાં રોડ પર ઉતરી આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
રેલી દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી મહિસાગર જિલ્લા ડીવાયએસપી કમ્લેશ વસાવા, બાલાસિનોર ટાઉન પીઆઇ અનસુમન નિનામા સહિત બાલાસિનોર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો..
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.