યુવકનું અપહરણ કરી પાંચ લાખની ખંડણી માંગનાર ત્રણ શખ્સોને ખેરવાની સીમમાંથી દબોચ્યા - At This Time

યુવકનું અપહરણ કરી પાંચ લાખની ખંડણી માંગનાર ત્રણ શખ્સોને ખેરવાની સીમમાંથી દબોચ્યા


ખેતીની જમીનમાં કરેલ ખર્ચ લેવા મામલે સ્વામી વિવેકાનંદ નગર માઉન્ટેન પોલીસ લાઇન પાછળ રહેતાં મહિલાના ભાઈનું જંકશન પ્લોટમાંથી રિક્ષામાં અપહરણ કરી રૂ।પાચ લાખની ખંડણી મંગનાર માંગનાર ત્રણ શખ્સોને ખેરવાની સીમમાંથી પ્ર. નગર પોલીસે ગણતરીની કલાકોમાં દબોચી અપહ્યતને મુક્ત કરાવી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે સ્વામી વિવેકાનંદ નગર માઉન્ટેન પોલીસ લાઇન પાછળ રહેતાં નીરુબા પ્રતાપસિંહ ઝાલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તેમના જેઠના પુત્ર શક્તિસિંહનું નામ આપતા પ્ર. નગર પોલીસે આરોપી વિરૂદ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણી તેના પતિ અને ચાર પુત્રીઓ અને નાના ભાઈ પ્રવિણસિંહ સાથે રહે છે. જે પ્રવિણસિંહ તેમની સાથે પાંચેક વર્ષથી રહે છે.
ગઈકાલે તેણીના પતિ સવારના નવેક વાગ્યે નોકરીએ ચાલ્યા ગયેલ બાદ તેણી તેની પુત્રી સાથે ઘરે હતા અને અન્ય ત્રણ પુત્રી અભ્યાસ માટે ગયેલ હતી. તેમજ તેનો ભાઈ પ્રવિણસિંહ જંકશનમાં આવેલ ગુરુકૃપા જનરલ સ્ટોર નામની દુકાનમાં કામ કરતા હોય તે ત્યા નોકરીએ ગયેલ હતો. દરમિયાન તેમની પુત્રીના ફોન પર અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવેલ અને વાત કરતા સામેથી હું શક્તિસિંહ બોલુ છુ તારા મામાને મે કિડનેપ કરેલ છે તો તારે તારા મામાને છોડાવો હોય તો મે તમારી વાડીમાં રૂ.5 લાખનો ખર્ચો કરેલ છે તે લઈને આવ બાકી તારા મામાને મારી નાંખશુ.
જે વાત તેમની પુત્રીએ તેણીને કરેલ જેથી તેઓ માતા-પુત્રી બંને ગભરાઈ ગયેલ અને તેમના ભાઈને ફોન લગાડતાં તેમના ભાઈનો ફોન સ્વીચ ઓફ આવતો હોય જેથી તેણીના પતીને વાત કરી પ્ર. નગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવેલ હતી.
વધુમાં બનાવના કારણ અંગે ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમના જેઠના પુત્ર શક્તિસિંહે અમારી જમીનમાં રૂ। ૫ લાખનો ખર્ચો કરેલ હોય જેની અમોને કોઈ પણ જાતની ખબર ન હોય જેનું મનદુ:ખ રાખીને તેમના ભાઈનું અપહરણ કરી રૂ। લાખની માંગણી કરેલ હતી.
બનાવ અંગેની ફરિયાદ પરથી પ્ર. નગર પોલીસે ગુનો નોંધી પીઆઈ મેહુલ ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ બી.વી.ચુડાસમા, એ.એસ.આઈ. ચેતન ચાવડા હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ડાંગર, મહાવીરસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ અનોપસિંહ ઝાલા સહિતના સ્ટાફે ગણતરીની કલાકોમાં રાજકોટની ભાગોળે આવેલ ખેરવા ગામની સીમમાં આરોપી શક્તિસિંહની વાડીમાંથી શક્તિસિંહ સહિત ત્રણ શખ્સોને દબોચી અપહરણ થયેલ પ્રવિણસિંહને મુક્ત કરાવ્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.