પૂર્વ સાંસદ અને અગ્રણી સમાજસેવક જૈન શ્રેષ્ઠી શ્રી લલીતભાઈ મહેતાના દુઃખદ અવસાન થી વ્યથિત શ્રદ્ધાંજલિ આપતા ડો.વલ્લભભાઈ કથીરિયા
પૂર્વ સાંસદ અને અગ્રણી સમાજસેવક જૈન શ્રેષ્ઠી શ્રી લલીતભાઈ મહેતાના દુઃખદ અવસાન થી વ્યથિત શ્રદ્ધાંજલિ આપતા ડો.વલ્લભભાઈ કથીરિયા
વાંકાનેર નિવાસી જૈન અગ્રણી, અનેક સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, ગૌસેવાકીય વિવિધ રચનાત્મક સંસ્થાઓ જેવી કે જૈન સમાજની વિવિધ સંસ્થા, વાંકાનેર એજ્યુકેશન સોસાયટી, વાંકાનેર મહાજન પાંજરાપોળ, વિદ્યા ભારતી શૈક્ષણિક શંકુલ, એલ.કે.સંઘવી, સી.કે.શાહ શૈક્ષણિક સંસ્થા, દેવદયા ડાયગ્નોસ્ટીક સેન્ટર, બંધુ સમાજ, રાજકોટ નાગરિક સહકારી બેંક, વી.વી.પી એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ તથા શ્રી અમરસિંહજી હાઇસ્કુલ વાંકાનેર સહિત વિવિધ સંસ્થાઓમાં યોગદાન આપેલ તેવા રાજ્યસભાના પૂર્વ સાંસદ વડીલ મુરબ્બી શ્રી લલિતભાઈ મહેતા ના દુઃખદ નિધનથી સમગ્ર ગુજરાત, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ જીવદયા ક્ષેત્રે કાર્ય કરતા અનેક મહાનુભાવો અત્યંત શોકની લાગણી અનુભવે છે. અને એક હમદર્દ સાથી ગુમાવ્યા નો અહેસાસ અનુભવે છે.આદરણીય લલીતભાઈ મહેતાએ એઆદર્શ શિક્ષક-પ્રોફેસર થી તેમને પોતાની કારકિર્દી ની શરૂઆત કરેલ હતી. ખૂબ જ ઊંડાણપૂર્વક વિષયોનું વિશ્લેષણ કરીને, રજૂઆત કરવાની તેમણે આવડત હતી. "राष्ट्राय स्वाहा, इदं राष्ट्राय इदं न मम" સૂત્રને વરેલા,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક અદના સ્વયંસેવક, સાંસદ તરીકે સામાજિક કાર્યમાં અગ્ર રહીને અનેક લોકોને પ્રેરણા આપી. જ્યારે તેઓ રાજ્યસભાના સાંસદ હતા ત્યારે હું પણ સંસદનો સાથી હોવાને નાતે સૌરાષ્ટ્રના કે ગુજરાતના પ્રશ્નો, સમાજ જીવનને લગતા વિવિધ પ્રશ્નો, કાશ્મીર નો પ્રશ્ન, અત્યારે જે ચર્ચામાં છે તે ગૌ હત્યા પ્રતિબંધની વાત, સમાન સિવિલ કોડ કે રામ મંદિર નો પ્રશ્ન હોય તેમાં પણ ખૂબ અભ્યાસ પૂર્વક સંસદમાં રજૂઆત કરતા મેં તેમને પ્રત્યક્ષ રીતે જોયેલા છે. અવારનવાર એક મંત્રી તરીકે, સાંસદ તરીકે, ગૌ સેવા આયોગના અધ્યક્ષ તરીકે એમની પાસેથી ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડના રૂપમાં માર્ગદર્શન પણ મળ્યું છે. વાંકાનેરની પાંજરાપોળને એક આદર્શ પાંજરાપોળ ,ગૌચરને એક આદર્શ ગૌચર તરીકે ડેવલપ કરવામાં તેમણે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. વાંકાનેરની આંખની હોસ્પિટલમાં બાળકો માટેના ત્રાંસી આંખના ઓપરેશનો કરવાની શરૂઆત તેમણે મુંબઈ, વડોદરા, રાજકોટના ડોક્ટરો દ્વારા વાંકાનેર જેવા નાના સેન્ટરમાં શરૂ કરાવી હતી. વાંકાનેરુવિદ્યા ભારતી શ્ંકુલ અને કોલેજ ,સંસ્કાર સાથેના શિક્ષણ ની એક આદર્શ સંસ્થા તરીકે નામના મેળવી છે તેનો યશ આદરણીય શ્રી લલીતભાઈ મહેતા ને જાય છે. સમાજના જાગૃત પ્રહરી તરીકે વિવિધ વિષયો પર અવારનવાર લેખો લખીને પ્રશ્નો ઉઠાવતા આવ્યા હતા, અથવા તો માર્ગદર્શન પણ આપતા આવ્યા હતા. આવા એક અદના સમાજસેવકના અચાનક દુઃખદ નિધનથી હું ખૂબ દુઃખની લાગણી અનુભવું છું. તેમનો દિવ્ય આત્મા મોક્ષ ગતિને પામે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.