જામનગર રોડ પર મહાદેવ પાર્કમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા:રૂ. 68 હજારની મતાની ચોરી
જામનગર રોડ પર જમાવડો હોટલ પાછળ મહાદેવ પાર્કમાં બંધ મકાન અને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી સોનાના આભૂષણો અને રોકડ રકમ સહિત રૂ.68 હજારની મત્તાની ચોરી કરી ગયા હતા. ચોરીના આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બનાવ અંગે જામનગર રોડ પર ઘંટેશ્વર પાસે મહાદેવ પાર્કમાં રહેતા અને પંચનાથ પ્લોટ 4 માં મંગલ મેટરનીટી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરનાર નીતાબેન ઇલીયારાજા પંડિત (ઉ.વ.43) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
નીતાબેને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તેમના પતિ અને તેમની 13 વર્ષની દીકરી રહે છે તેમના પતિ જાગનાથ પ્લોટ વિસ્તારમાં હોટલમાં નોકરી કરે છે પતિ પત્ની બંને નાઈટ શિફ્ટમાં નોકરી કરતા હોવાથી નીતાબેન પોતાની દીકરીને રાત્રિના હોસ્પિટલે પોતાની સાથે લઈ જતા હોય રાત્રે મકાન બંધ રહેતું હોય છે.આજ રોજ સવારના 6:00 વાગ્યા આસપાસ નીતાબેનને તેમના પાડોશી ભગવાનજીભાઈનો ફોન આવ્યો હતો અને તેમને જણાવ્યું હતું કે,
તમારી ઘરની ડેલીનો લોખંડનો દરવાજો કોઈએ તોડી નીચે રાખી દીધો છે અને રૂમનો દરવાજો પણ અડધો ખુલ્યો છે જેથી પતિ પત્ની બંને અહીં ઘરે આવી ગયા હતા. અહીં આવી તપાસ કરતા માલુમ પડ્યું હતું કે અહીં દરવાજાનો નકુચો તોડી ફળિયામાં રહેલી સીડી મારફત ઉપરના રૂમના દરવાજાનો લોક તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલ સોનાની વીંટી કિંમત રૂ.આઠ હજાર બે જોડી સોનાની બુટી કિંમત રૂ.વિસ હજાર તેમજ સોનાની 10 ગ્રામની ગીની કિંમત રૂ.35 હજાર અને રોકડ રૂપિયા પાંચ હજાર સહિત રૂ.68 હજાર ની મત્તાની ચોરી કરી ગયા હતા. જેથી તેમણે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.