અમદાવાદ: ઔડા અને AMc ની બેદરકારી થી રોડ અને બેઝમેન્ટમાં પાણી ઘૂસ્યાં
અમદાવાદમાં રવિવારે ખાબકેલા વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સોસાયટીઓ અને મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. રસ્તા પર ભરાયેલા પાણીમાં વાહનો ફસાઈ જવાના પણ બનાવો સામે આવ્યા છે. બીજી તરફ, શહેરના મેમનગરમાં અને ગુરુકુળમાં હજુ સુધી પાણી ઓસર્યા નથી, એક તો હમણાંજ AMC એ પાઇપ લાઈન નાખી અને રોડ પણ નથી બનાવ્યો તેમ છતાં હજુ પાણી નો કોઈ નિકાલ થતો જ નથી અને રોડ પણ બનાવેલ નથી જેના કારણે પાણી પાણી છે ભારે વરસાદના કારણે પ્રહલાદનગર રોડ પર સ્થિત વ્રજવિહાર એપાર્ટમેન્ટમાં ગજબની ઘટના જોવા મળી હતી. ઔડા તળાવની પાણી તૂટી જતાં તળાવનું પાણી સીધું એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં આવ્યું હતું, જેને લીધે બેઝમેન્ટમાં મૂકેલી ગાડીઓ ડૂબી ગઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.