વ્યાજે લીધેલા પૈસાની પઠાણી ઉઘરાણી કરાતા નવાગામના વિજય ભુવાએ ઝેર પીધું: સારવારમાં - At This Time

વ્યાજે લીધેલા પૈસાની પઠાણી ઉઘરાણી કરાતા નવાગામના વિજય ભુવાએ ઝેર પીધું: સારવારમાં


વ્યાજે લીધેલા પૈસાની પઠાણી ઉઘરાણી કરાતા નવગામના વિજય ભુવાએ ઝેર પીધું હતું. તેને તત્કાલ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો. તેણે પાડોશમાં રહેતી બે મહિલા સહિત ત્રણ સામે આક્ષેપ કર્યા છે.
આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ વિજય ઘેલા ભુવા (ઉ.વ.30)એ જણાવ્યું કે, હું નવાગામમાં સમજુ પાર્કમાં રહું છું. ટ્રક ચલાવી પરિવારનું ગુજરાન ચલાવુ છું. મારા પાડોશમાં રહેતા જ્યોતિબેન મોન્ટુભાઈ જયશ્રીબેન અને વિજય પાસેથી રૂ.50,000 વ્યાજે લીધા હતા. જેની પઠાણી ઉઘરાણી કરતા આ પગલું ભર્યું હતું. પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.